Aapnu Gujarat
રાષ્ટ્રીય

આ વર્ષના અંત સુધી સૌને વેક્સિન લાગી જવાની સુપ્રીમમાં કેન્દ્રની હૈયાધારણ

કેન્દ્ર સરકારે સોમવારના સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે તેને આશા છે કે આ વર્ષના અંત સુધી દેશમાં સૌને વેક્સિન લાગી જશે. પોતાની વેક્સિનેશન પોલિસી અને વેક્સિનની અલગ-અલગ કિંમતોને લઇને સતત ટીકાઓનો સામનો કરી રહેલી સરકારે કૉર્ટમાં કહ્યું કે, વર્ષ ૨૦૨૧ના અંત સુધી દેશની સંપૂર્ણ જનસંખ્યાને કોવિડ-૧૯ની વિરુદ્ધ વેક્સિન લાગવાની આશા છે. સરકારની વેક્સિન પોલિસીમાં અલગ-અલગ કિંમતો, વેક્સિન શોર્ટેઝ અને ધીરેધીરે રોલઆઉટને લઇને ટીકા થઈ રહી છે.
આ મુદ્દે સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, આખરે કેન્દ્ર રાજ્યોને ૪૫થી વધારે ઉંમરની ઉંમરના લોકો માટે ૧૦૦ ટકા વેક્સિન આપી રહી છે, પરંતુ ૧૮-૪૪ આયુવર્ગ માટે કેમ ફક્ત ૫૦ ટકા સપ્લાય કરી રહી છે? કૉર્ટે પૂછ્યું કે, “૪૫થી ઉપરની જનસંખ્યા માટે કેન્દ્ર સરકાર સંપૂર્ણ રીતે વેક્સિન ખરીદી રહી છે, પરંતુ ૧૮-૪૪ આયુવર્ગ માટે ખરીદીમાં ભાગલાં પાડી દેવામાં આવ્યા છે. વેક્સિન નિર્માતાઓ તરફથી રાજ્યોને ૫૦ ટકા વેક્સિન ઉપલબ્ધ છે, કિંમતો કેન્દ્ર નક્કી કરી રહ્યું છે અને બાકી ખાનગી હૉસ્પિટલોને આપવામાં આવી રહી છે, આનો આધાર શું છે?

Related posts

મોતની અફવાથી પરેશાન થયો સુરેશ રૈના

aapnugujarat

SC to hearing on 14 petitions filed for abolition of Article 370 from J&K today

aapnugujarat

અમરનાથ હુમલામાં પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરનો હાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1