Aapnu Gujarat
રમતગમત

સચિને કહ્યું, ઇન્ટરનેશનલ કરિયરમાં બે વાતનો હંમેશા રહેશે અફસોસ

સચિન તેંડુલકરે કહ્યું કે, મને બે વાતનો અફસોસ છે. પહેલી વાત એ કે, હું ક્યારેય સુનીલ ગાવસ્કર સાથે રમી શક્યો નહીં. જ્યારે હું મોટો થઇ રહ્યો હતો ત્યારે ગાવસ્કર મારા બેટિંગ હિરો હતા. એક ટીમ તરીકે તેમની સાથે નહીં રમી શકવાનો અફસોસ રહેશે. તેઓ મારા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલાક વર્ષ પહેલાં રિટાયર્ડ થયા હતા.
સચિને કહ્યું કે, મારા બાળપણના હિરો સર વિવિયન રિચડ્‌ર્સ વિરુદ્ધ ન રમી શકવાનો પણ અફસોસ છે. હું ભાગ્યશાળી હતો કે તેમની વિરુદ્ધ કાઉન્ટી ક્રિકેટમાં રમી શક્યો, પરંતુ મને હજુ પણ તેમની વિરુદ્ધ એક ઇન્ટરનેશનલ મેચ નહીં રમવાનો પસ્તાવો છે. ભલે રિચડ્‌ર્સ વર્ષ ૧૯૯૧માં રિટાયર્ડ થયા અને અમારા કરિયરમાં અમુક વર્ષ ઓવરલેપિંગના છે, પરંતુ અમને એક-બીજા વિરુદ્ધ રમવાનો મોકો મળ્યો નહીં.
ઉલ્લેખનીય છે કે, દુનિયાના મહાન બેસ્ટમેનમાં સામેલ ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે ૨૪ વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ પર રાજ કર્યું.
આ દરમિયાન સચિને ઘણા રેકોડ્‌ર્સ બનાવ્યા. સચિન દુનિયાના એક માત્ર બેસ્ટમેન છે, જેમના નામે ૧૦૦ ઇન્ટરનેશનલ સેન્ચુરી છે. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૪ હજારથી વધુ રન બનાવ્યા હતા. ટેસ્ટમાં તેણે ૧૫૯૨૧ અને વનડેમાં ૧૮૪૬૩ રન કર્યા હતા.
વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતે એમએસ ધોનીની આગેવાનીમાં ખિતાબ જીત્યું હતું. સચિને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીતનો દિવસ તેમના ક્રિકેટ જીવનનો સર્વશ્રેષ્ઠ દિવસ ગણાવ્યો હતો.

Related posts

ગુજરાતના IPL ખેલાડી મતદાન કરવાથી દૂર રહ્યા

aapnugujarat

बिना शादी किए रोनाल्डो फिर एक बार पिता बन गए

aapnugujarat

ઑસ્ટ્રેલિયામાં કોહલી સદી નહીં ફટકારી શકે : કમિન્સ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1