Aapnu Gujarat
ગુજરાત

પંચમહાલમાં બોટ પલટી જતાં ચારના મોત

શહેરાના બોરીઆવી નજીક પાનમ નદીમાં નાવ પલટી ખાતા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત ચાર લોકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ બોરીઆવી ગામે રહેતા સુરેશભાઈ, તેમની પત્ની, પુત્રી મોરવાહડફ તાલુકાના ગાજીપુર ગામે લગ્નપ્રસંગમાં ગયા હતા. સાંજે પરત ઘરે આવતી વખતે નાવ અચાનક જ પલટી જતાં આથી નાવડીમાં બેઠેલા પતિ, પત્ની અને પુત્રી સાથે નાવડીનો ચાલક પાનમ નદીમાં ડૂબી ગયા હતા. શોધખોળ હાથ ધરવામાં આવતા ત્રણ સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ શહેરા તાલુકા અને મોરવાહડફ તાલુકાના કેટલાક ગામ નદીના કાંઠે હોવાથી લોકો આવાગમન માટે બોટનો ઉપયોગ કરે છે. શનિવારે બોરીઆવીના સુરેશભાઈ ડાભી, પત્ની રિકુંબેન, અને ૩ વર્ષની દીકરી ગાજીપુરમાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા ગયાં હતાં. દરમિયાન સાંજે ૫ વાગ્યે તેઓ પરત એક નાવડીમાં બોરીઆવી આવતાં હતાં ત્યારે અચાનક નાવ પલટી ગઈ હતી. જેથી નાવમાં બેસેલા એક જ પરિવારના ત્રણ સભ્યો સાથે નાવડીનો ચાલક રમેશભાઈ પટેલ પણ ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પરિવાર અને સ્થાનિક તરવૈયાઓ પાનમ નદીના કાંઠે આવી પહોંચ્યા હતા. મોડી રાતે સ્થાનિક તરવૈયાઓ પાનમ નદીમાં શોધખોળ હાથ ધરી હતી. શોધખોલ દરમિયાન નદીમાંથી માતા-દીકરી અને બાદમાં પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારના હૈયાફાટ રૂદનથી પાનમ નદીનો કાંઠો ગુંજી ઉઠ્યો હતો. નાવિક પણ ડૂબતાં તેમના પરિવારમાં પણ શોકનો માહોલ છે. તેમનો મૃતદેહ મળ્યો ના હોવાથી નદીમાં શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

PNB स्कैम से भी बड़ा है संदेसरा ब्रदर्स का घोटाला : ED

aapnugujarat

બોડેલી તાલુકામાં સાંસદ ગીતાબેન રાઠવાએ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું

aapnugujarat

ત્રીજા દિવસે તોગડિયાએ અમરણાંત ઉપવાસ સમેટ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1