Aapnu Gujarat
રાષ્ટ્રીય

આજે કેરળમાં ચોમાસાનું આગમન થશે

કેરાલાના દરિયા કિનારે આવતીકાલ એટલે કે ૩૧ મે સુધીમાં ચોમાસાનુ આગમન થઈ શકે છે તેવુ ભારતીય હવામાન વિભાગનુ કહેવુ છે. હવામાન વિભાગે કહ્યુ છે કે, ચોમાસુ પૂર્વનિર્ધારિત રીતે આગળ વધી રહ્યુ છે.૩૧ મેના રોજ કેરાલામાં તેનુ આગમન થશે અને પાંચ જૂન સુધીમાં તે ગોવા પહોંચશે.આ વખતે સરેરાશ વરસાદ થશે તેવુ પણ હવામાન વિભાગનુ કહેવુ છે. સામાન્ય રીતે ભારતનુ ચોમાસુ કેરાલામાં એક જુન સુધી પહોંચતુ હોય છે અને પાંચ જુન સુધીમાં ગોવામાં પહેલા વરસાદનુ આગમન થતુ હોય છે.જાેકે છેલ્લા બે સપ્તાહથી દેશના કેટલાક હિસ્સામાં જાેરદાર વરસાદ થયો છે અને તેની પાછળનુ કારણ અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં ઉદભવેલા બે તોફાન છે. છેલ્લા ૧૬ વર્ષથી કેરાલામાં ચોમાસાના આગમનની હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી છે.આ વર્ષે પણ હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે. જાે ચોમાસાની ગતિ આગાહી પ્રમાણે જ રહી તો ૧૫ જૂન સુધીમાં મુંબઈમાં ચોમાસુ પહોંચી જશેજાેકે ઉત્તર ભારતના લોકોને ચોમાસા માટે રાહ જાેવી પડશે.અહીંયા સામાન્ય રીતે ૧ જુલાઈથી ચોમાસુ શરુ થતુ હોય છે.

Related posts

લાલુની પુત્રી મિશાના સીએની ધરપકડ

aapnugujarat

આરજેડી અને કોંગ્રેસના સંબંધો વધુ ખરાબ થઈ શકે

editor

ભ્રષ્ટાચાર સૂચકાંકમાં ભારત ૮૧માં સ્થાન પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1