Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કોરોનાથી ભયંકર વાયરસ હજુ આવશે : WHO

કોરોના વાયરસ સંકટની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મહાનિર્દેશક ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જીવલેણ વાયરસને લઇને ખતરાની ગંભીર ચેતવણી આપી છે. WHOના તમામ ૧૯૪ દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની વાર્ષિક બેઠકમાં ટેડ્રોસ અધનોમે આ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, “આ દુનિયા અત્યારે અત્યંત ખતરનાક સ્થિતિમાં રહેશે.” તેમણે અમેરિકા જેવા દેશોને ચેતવણી આપી કે ઝડપથી કોરોના વાયરસ વેક્સિન લગાવ્યા બાદ પણ ખતરો ખત્મ નહીં થઈ જાય.
WHO ચીફે કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસ અને તેના વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે, તેવામાં શિથિલતા વર્તમા માટે કોઈ જગ્યા ના હોવી જાેઇએ. તેમણે કહ્યું કે, “કોઈ ભૂલ ના કરો, આવું અંતિમવાર નથી થવા જઇ રહ્યું જ્યારે દુનિયા મહામારીના ખતરાનો સામનો કરી રહી છે. આ ચોક્કસ છે કે વધુ એક વાયરસ આવશે જે આ કોરોના વાયરસની સરખામણીએ વધારે સંક્રામક અને ઘાતક હશે.” ટેડ્રોસે કોરોના વેક્સિનની જમાખોરી કરનારા દેશોને પણ ખખડાવ્યા.
તેમણે કહ્યું કે, કોરોના વાયરસ વેક્સિનના વિતરણને લઇને ‘અપમાનજનક અસમાનતા’ પેદા થઈ ગઈ છે. દુનિયાની કુલ ૭૫ ટકા કોરોના વેક્સિનને દુનિયાના ફક્ત ૧૦ દેશોમાં જ લગાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગરીબ દેશોમાં લોકોનો જીવ બચાવવા માટે નવા ટાર્ગેટ સેટ કરવામં આવ્યા છે. તેમણે વેક્સિન સંગ્રહનારા દેશોને વિનંતી કરી કે તેઓ ગરીબ દેશોને વેક્સિન દાન કરે. ઉૐર્ં પ્રમુખનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે આખા વિશ્વમાં કોરોનાના કેસ વધીને ૧૬.૭૧ કરોડ થઈ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધી કુલ ૩૪.૬ લાખ લોકોના મોત થયા છે.

Related posts

Japan PM Abe’s visit to Iran in effort to reduce tensions between Tehran and Washington

aapnugujarat

ट्रंप से मिलने 9 सितंबर को US जाएंगे अफगान राष्ट्रपति गनी

aapnugujarat

अमेरिका : अब कॉल सेंटर की नौकरी पर नजर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1