Aapnu Gujarat
બિઝનેસ

એર ઇન્ડિયાનો ડેટા હેક

એર ઇન્ડિયાના સહિત વિશ્વભરની એર લાઇન્સ કંપનીઓના સર્વર પર મોટો સાઇબર હુમલો થયો. જોમાં ૪૫ લાખથી વધુ યાત્રીઓના ડેટાનીચોરી થઇ ગઇ. સાઇબર હુમલાનો ભોગ બનેલી કંપનીઓમાં એર ઇન્ડિયા ઉપરાંત મલેશિયા એરલાઇન્સ, ફિનએર, સિંગાપોર એરલાઇન્સ, લુફથાંસા અને કેથે પેસિફિક સામેલ છે. એર ઇન્ડિયાએ પોતાના ગ્રાહકોને મોકલેલા મેસેજમાં જણાવ્યું તે તેના સર્વર પર ૨૬ ઓગસ્ટ ૨૦૧૧થી ૩ ફેબ્રુઆરી ૨૦૨૧ સ્ટોર કરાયેલા ડેટાને હેક કરવામાં આવ્યું છે. તેમાં યાત્રીઓના નામ, બર્થ ડેટ, ફોન નંબર, ટિકિટ, ક્રેડિટ કાર્ડ નંબર, કોન્ટેક સંબંધિત માહિતી, પાસપોર્ટની વિગત, સ્ટાર એલાયન્સ અને એર ઇન્ડિયાના ફ્રિક્વેન્ટ ફ્લાયરનું લિસ્ટ વગેરેની વિગત સામેલ છે.
જો કે એર ઇન્ડિયાએ સ્પષ્ટતા કરી છે કે ક્રેડિટ કાર્ડના ડેટા ચોરાયા હોવા છતાં તેના સીવીવી કે સીવીવી નંબરની ચોરી થયા નથી. કારણ કે તે એરઇન્ડિયાના સર્વરમાં હોતા નથી.ચોરાયેલા ડેટાની એસઆઇટીએ પીએસએસથી ચોરી થઇ છે, જે ડેટા સ્ટોરેજ અને પ્રોસેસિંગ માટે જવાબદાર છે. એર ઇન્ડિયાએ વધુમાં જણાવ્યું કે આ મામલામાં તેને પહેલી વખત ૨૫ ફેબ્રુઆરીએ પ્રાથમિક જાણકારી મળી. ત્યાર બાદ ૨૫ માર્ચ અને ૨૫ એપ્રિલે માહિતી આપવામાં આવી. એર ઇન્ડિયા હવે કહે છે કે ડેટા સુરક્ષિક રાખવા માટેની સિક્યુરિટીની ઘટનાની તપાસ થઇ રહી છે. ઉપરાંત બહારના સ્પેશિયાલિસ્ટને ડેટા સિક્યુરિટીની આ ઘટના માટે કામ પર લગાવવામાં આવ્યા છે. કંપનીના એફએફપી પ્રોગ્રામનો પાસવર્ડ બદલવામાં આવી રહ્યો છે.સાથે યાત્રીઓને પોતાના પાસવર્ડ બદલી નાંખવાનો આગ્રહ કર્યો છે. જેથી તેમના ડેટા સુરક્ષિત રહે.
એરલાઇન્સે વધુમાં જણાવ્યું કે તે આ અંગે સ્થિતિની સાચી માહિતી આપવા માંગે છે. જે ૧૯ માર્ચે તેની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીથી અલગ છે. આ સાઇબર હુમલામાં સ્ટાર એરલાઇન્સ અને એર ઇન્ડિયા ફ્રિકવેન્ટ ફ્લાયર ડેટાની સાથે ક્રેડિટ કાર્ડ ડેટાની પણ ચોરી થઇ હતી.

Related posts

एसबीआई ने फिक्स्ड डिपॉजिट पर ०.७५ % तक घटाई ब्याज दर

aapnugujarat

સસ્તાં ડેરી પ્રોડક્ટસ સાથે મેદાનમાં પતંજલિ

aapnugujarat

भारत को सबसे अधिक विदेशी निवेश पाने वाला देश बनने का प्रयास करना चाहिए : प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1