Aapnu Gujarat
ગુજરાત

ભાવનગરમાં રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે,તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં રાહત અને પુન:સ્થાપનની કામગીરીનાં સુપરવિઝન અને અમલીકરણ માટે તેમજ વાવાઝોડા બાદની રાહત કામગીરી માટેનાં લેવાયેલાં પગલાંઓની સમીક્ષા કરવાં માટે શિક્ષણ રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વાવઝોડા બાદ જિલ્લામા પુન:સ્થાપનની કામગીરી વેગવાન બને તે માટે પાણી પૂરવઠા, રોડ-રસ્તા અને વિજળીને લગતી ચર્ચા કરી જિલ્લા સહિત ગામડાઓમાં પણ પરિસ્થિતિ સામાન્ય બને અને જનજીવન પુન: ધબકતું થાય તે અગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
વાવાઝોડા બાદ ખેતી, મકાનોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરી કેસડોલ સહિતની રાહત સહાય ઝડપથી લોકો સુધી પહોંચે તે અંગેનું માર્ગદર્શન મંત્રીશ્રીએ આપ્યું હતું. મંત્રીશ્રીએ વાવાઝોડાથી જિલ્લાને વ્યાપક નુકસાન થયું છે અને વહિવટી તંત્ર દ્વારા સ્થિતિને યથાવત કરવાં માટે જે પ્રયત્નો કરવામાં આવ્યાં છે તેને બિરદાવ્યાં હતાં.

Related posts

વડોદરા માહિતીખાતાના કર્મનિષ્ઠ સેવક જી.આર.ગઢવીને અપાયું ભાવસભર નિવૃત્તિ સન્માન

aapnugujarat

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકો સાથે મંત્રી આર.સી.ફળદુએ કર્યો વાર્તાલાપ

editor

સાબરકાંઠામાં એકસાથે 100 પોલીસકર્મીઓની આંતરિક બદલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1