Aapnu Gujarat
ગુજરાત

વડોદરા માહિતીખાતાના કર્મનિષ્ઠ સેવક જી.આર.ગઢવીને અપાયું ભાવસભર નિવૃત્તિ સન્માન

વડોદરા માહિતી પરિવાર દ્વારા વયમર્યાદાને આધીન સેવા નિવૃત્ત થયેલા કર્મનિષ્ઠ સેવક શ્રી જી.આર.ગઢવીને ભાવસભર નિવૃત્તિ સન્માન સાથે, ઉષ્માસભર વિદાયમાન આપવામાં આવ્યુ હતું. શ્રી ગઢવીએ માહિતી ખાતામાં ૩૫ વર્ષ સુધી સંનિષ્ઠ સેવાઓ આપી હતી. આ પ્રસંગે કર્મચારી પરિવાર વતી નાયબ માહિતી નિયામક સુશ્રી ર્મી વર્માએ શ્રી ગઢવીને શાલ્યાર્પણ કરીને સન્માન્યા હતા. સાથી કર્મચારીઓએ શ્રી ગઢવીની ફરજ અને કર્તવ્ય નિષ્ઠા તેમજ મળતાવડા સ્વભાવની પ્રશંસા કરી હતી. શ્રી ગઢવીએ માહિતીખાતા ઉપરાંત આ ખાતા સાથે સંલગ્ન રૂરલ બ્રોડકાસ્ટિંગ વિભાગમાં સેવાઓ આપી હતી. સહુએ શ્રી ગઢવીના આત્મીયતા સભર વ્યવહાર અને શિસ્તબધ્દ્વતા તેમજ કાર્યકુશળતાના વખાણ કર્યા હતા. હાલમાં માહિતી ખાતામાં ચૂંટણી પ્રચાર ખર્ચના નિયંત્રણલક્ષી એમસીએમસી નિયંત્રણ કક્ષ ચાલુ છે. તેમાં સેવા આપતા આઇટીઆઇ કર્મીઓએ પણ વિદાય સમારંભમાં જોડાઇને શ્રી ગઢવી પ્રત્યે આદર-સન્માનનું લાગણીસભર સૌજન્ય દાખવ્યું હતું. શ્રી ગઢવીએ સરકારી નોકરીના સમયગાળા દરમિયાને સહુએ આપેલા સહયોગ અને દાખવેલી આત્મીયતા માટે આભાર માન્યો હતો. સહુએ શ્રી ગઢવી તથા તેમના પરિવારના સુખ, સમૃધ્દ્વિ અને આરોગ્યમય જીવનની શુભકામનાઓ પાઠવી હતી.

Related posts

ગુજરાત ગ્લોબલ સમિટ દરેક રાજ્યમાં રોકાણ માટેનું મંચ બને તેવા એંધાણ

aapnugujarat

પ્રફુલ પટેલનાં નેતૃત્વમાં ગુજરાતમાં આવનારા દિવસોમાં ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા ખેડૂત સંમેલન યોજાશે.

aapnugujarat

શહેરાના તાલુકા વિકાસ અધિકારી અને ત્રણ કર્મીઓ લાંચ લેતા ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1