Aapnu Gujarat
બિઝનેસ

અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

અદાણી ગ્રૂપ ઓફ કંપનીના માલિક ગૌતમ અદાણી ચીની બિઝનેસમેન ઝોંગ શેનશેનને પછાડી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લુમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મતે એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પાસે છે.
ગૌતમ અદાણીએ ચીની અબજાેપતિ ઝોંગને જબરદસ્ત માત આપી છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં સ્ટોક માર્કેટમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આવેલા જબરદસ્ત ઉછાળાથી ગૌતમ અદાણીની સંપત્તિમાં વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઇન્ડેક્સના મતે હજુ પણ ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ૬૬.૫ બિલિયન ડોલર છે જ્યારે ઝોંગ શેનશેનની કુલ સંપત્તિ ૬૩.૬ બિલિયન ડોલર છે. જ્યારે મુકેશ અંબાણીની કુલ નેટવર્થ ૭૬.૫ બિલિયન ડોલર છે. તે દુનિયાના ૧૩માં સૌથી ધનિક વ્યક્તિ છે. જ્યારે ગૌતમ અદાણી દુનિયાના ૧૪મા સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. હવે ગૌતમ અદાણી અને મુકેશ અંબાણીની નેટવર્થમાં હવે માત્ર ૧૦.૪ અબજ ડોલરનું જ અંતર રહી ગયું છે. આ વર્ષે મુકેશ અંબાણીની નેટવર્થમાં અત્યાર સુધીમાં ૧૭૫.૫ મિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે જ્યારે ગૌતમ અદાણીની સંપત્તિ આ વર્ષે ૩૨.૭ બિલિયન ડોલર વધી ગઇ છે.
ઝોંગની નેટવર્થમાં આ વર્ષે ૧૪.૬ બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. આપને જણાવી દઇએ કે ૨૦૨૧ની શરૂઆતમાં ઝોંગ શેનશેન દુનિયાના છઠ્ઠા સૌથી ધનિક વ્યક્તિ હતા. આ સિવાય ચીનના બીજા એક બિઝનેસમેન હુઆતેંગ પણ ૬૦.૫ અબજ ડોલર નેટવર્થની સાથે દુનિયામાં ૨૧માં અને એશિયામાં ચોથા નંબર પર આવી ગયા છે.
છેલ્લાં એક વર્ષમાં અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં આવેલી જબરદસ્ત તેજીનું કારણ ગૌતમ અદાણીની સંપત્તિમાં મોટો ઉછાળો આવ્યો છે. અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇસીસ, અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં છેલ્લાં ૬ મહિનામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
છેલ્લાં એક વર્ષમાં અદાણી ટોટલ ગેસનો શેર ૧૧૪૫% ઉછળ્યો. જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ૮૨૭% અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં ૬૧૭%નો ઉછાળો આવ્યો છે. આ સિવાય અદાણી ગ્રીન એનર્જીનો શેર પણ ૪૩૩% અને અદાણી પાવરનો શેર ૧૮૯% ઉછળ્યો છે.

Related posts

એર ઈન્ડિયાના ડીસઈન્વેસ્ટમેન્ટ માટે ત્રણ વિકલ્પો પર વિચાર કરતી સરકાર

aapnugujarat

પીએનબી બેંક ફ્રોડ : અધિકારીઓને રૂશ્વતમાં જ્વેલરી અપાઈ હતી

aapnugujarat

એરટેલ, વોડાફોન, આઇડિયા ૫૦૦થી ઓછા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1