Aapnu Gujarat
મનોરંજન

લોકડાઉન દરમિયાન અભિનેત્રીઓનું ટ્રાન્સફોર્મેશન

લોકડાઉન તમામ લોકોને નડી ગયું છે પણ આ કપરા સમયગાળાનો ઉપયોગ વિવિધ પ્રકારનાં લોકોએ વિવિધ રીતે કર્યો હતો જેમાં બોલિવુડની અભિનેત્રીઓએ પોતાની બોડીને શેપમાં લાવવા માટે આકરી મહેનત કરી હતી.હાલમાં શ્વેતા તિવારી ખતરો કે ખિલાડી ૧૧ની સિઝનની શુટિંગ માટે કેપટાઉનમાં છે.તેણે ત્યાંથી પોતાની શેપમાં આવેલ બોડીનાં કેટલાક ફોટોગ્રાફ ચાહકો સાથે શેર કર્યા હતા.આ ટ્રાન્સફોર્મેશન માટે તેણે તેના ટ્રેનર સાહિલ રાશિદ અને પ્રસાદનો આભાર માન્યો હતો.
લોકડાઉનનો આ પ્રકારનો લાભ શહેનાઝ ગિલે પણ ઉઠાવ્યો હતો.તે હાલમાં જ બિગ બોસમાં પણ નજરે પડી હતી.તેણે માત્ર છ મહિનામાં જ બાર કિલો વજન ઉતારીને લોકોને આશ્ચર્યમાં મુકી દીધા હતા.જો કે આ માટે તેને ચોકોલેટ, આઇસક્રીમથી માંડીને નોન વેજનો ત્યાગ કરવો પડ્યો હતો.
અવિકા ગોરે બાલિકા વધુમાં તેના અભિનયનાં ચમકારા બતાવ્યા હતા.ત્યારબાદ તેણે ઘણી સિરીયલ્સમાં કામ કર્યુ હતું.તેણે પણ માત્ર થોડા મહિનામા જ તેર કિલો વજન ઘટાડી નાંખ્યું હતું.
આરતી સિંઘે માત્ર મહિનામાં જ પાંચ કિલો વજન ઘટાડી નાંખ્યું હતું.તે માટે તે પચાસ મિનિટ યોગ કરે છે અને ચાલીસ મિનિટ વોકિંગમાં ગાળે છે.તેણે પોતાનું વજન ઘટાડ્યું તે પહેલા અને ત્યારબાદનાં ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.
કાશ્મીરા શાહે પણ લોકડાઉન દરમિયાન અગિયાર કિલો વજન ઘટાડી નાંખ્યું હતું.તેણે આ માટે પોતાના તબીબની સલાહ લીધી હતી જેણે તેને કડક પરેજી પાળવાની તાકિદ કરી હતી.કાશ્મીરાએ તેનો અમલ કર્યો હતો અને પોતાનું વજન ઘટાડ્યું હતું.હાલમાં તેણે બ્લેક મોનોકિનીમાં પોતાના ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યા હતા.

Related posts

‘મને તેણે વારંવાર ઓરલ સેક્સની ફરજ પાડી હતી’ : અઝીજ અંસારી

aapnugujarat

કૃતિ ખરબંદા આલિયા અને દીપિકાને ખુબ પસંદ કરે છે

aapnugujarat

મને નથી લાગતું કે તમે મને રાજકારણમાં જોશો : પરિણીતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1