Aapnu Gujarat
બિઝનેસ

મૂડિઝે ભારતના જીડીપીના ગ્રોથમાં કર્યો ઘટાડો

ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ ફેબ્રુઆરીમાં મૂડીઝે ઈન્વેસ્ટર્સ સર્વિસે પોતાના આઉટલુકમાં દેશની આર્થિક વૃદ્ધિદર નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૩.૭ ટકા રહેવાનું અનુમાન બતાવ્યું હતું. આ સાથે અધિકારીક આંકના આધારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થામાં ૮ ટકાનો ઘટાડો થયાનું પણ અનુમાન જણાવ્યું હતું. પરંતુ હવે કોરોના રહેતા તેણે પોતાનું આ અનુમાન બદલ્યું છે.મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે ચાલુ નાણાકીય વર્ષમાં દેશની આર્થિક વૃદ્ધિદરનું અનુમાન ઘટાડીને ૯.૩ ટકા કરી દીધું છે. આ તેનો ફેબ્રુઆરીમાં બતાવેલ ૧૩.૭ ટકા અનુમાનથી ૪.૪ ટકા ઓછોછે. દેશમાં જુદા જુદા રાજ્યોમાં આંશિક કે પૂર્ણ લોકડાઉન રહેતાં આર્થિક ગતિવિધિઓને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. જેને લઈને ગ્રોથરેટ ઘટાડ્યો છે.જો કે મૂડીઝે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશની આર્થિક વૃદ્ધિમાં સુધારાના સંકેત આપ્યા છે. મુડિઝે આગલા નાણાકીયવર્ષનું આર્થિક વૃદ્ધિ અનુમાન ૬.૨ ટકાથી વધારીને ૭.૯ ટકા કરી દીધું છે. આર્થિક વૃદ્ધિ રહેવાનો દર ૬ ટકા બતાવાયો છે. કોરોનાના વધતા કહેરને પગલે મૂડીઝે ભારતની ક્રેડિટ રેટિંગને નકારાત્મક કરી દીધું છે. તેનું કારણ વધતો કરજ, દેવું, આર્થિક વૃદ્ધિમાં મુશ્કેલીઓ અને કમજોર નાણાકીય પ્રણાલીને બતાવી છે. દેશની પોલિસી મેકર અને સંસ્થાનો આ જોખમોને પાર કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે.મૂડીઝે દેશનું મહેસૂલ – રાજકોષીય ખોટ ઉપર પણ કોરોનાની આ લહેરની અસરનું અનુમાન બતાવ્યું છે. તેનું અનુમાન છે કે ૨૦૨૧-૨૨ માં દેશની રાજકોષિય ખાધ જીડીપીના ૧૧.૮ ટકાસુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરીમાં ૧૦.૮ ટકા રહેવાની વાત હતી. ધીમી આર્થિક વૃદ્ધિ અને વધતા રાજકોષીય ખાધને પરિણામે સરકાર પર દેવાનો બોજ જીડીપીના ૯૦ ટકા સુધી વધી શકે છે. વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૯૨ ટકા થઈ શકે છે.

Related posts

હવે પીઝાની જેમ પેટ્રોલ-ડીઝલની પણ હોમ ડિલીવરી મળશે, આઈઓસી આપશે મફતમાં સેવા

aapnugujarat

आईटी नेटवर्क तैयार नहीं, अभी लागू नहीं करे जीएसटीः एसोचैम

aapnugujarat

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

editor

Leave a Comment

UA-96247877-1