Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેજરીવાલ સરકારે મંત્રીઓનાં ખાતામાં ફેરફાર કર્યાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના ખાતામાં ફેરફાર કર્યા છે. એએપી સરકારની પ્રાથમિકતા ઉપર ધ્યાન વધારે મજબૂતી સાથે કેન્દ્રિત કરવાના હેતુસર આ ફેરફાર કરવામાં આવ્યા છે. સિસોદિયાને જળસંશાધન પ્રધાન રાજેન્દ્ર ગૌત્તમ પાસેથી પ્રવાસ ખાતુ આપવામાં આવ્યું છે પરંતુ રેવેન્યુ વિભાગની જવાબદારી પણ રાખવામાં આવી છે. પરિવહન પ્રધાન કૈલાશ ગેહલોતને રેવેન્યુ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે ગૌત્તમને કો-ઓપરેટિવ સોસાયટીના રજિસ્ટ્રારની જવાબદારી સોંપવામાં આવી છે. જો કે, નાયબ મુખ્યમંત્રીએ કેજરીવાલને વિનંતી કરી છે કે, તેમની પાસેથી કેટલાક ખાતાઓ લઇ લેવામાં આવે. તેમની પાસે અન્ય ઘણા ખાતાઓ રહેલા છે. ટ્યુરિઝમ ઉપર દિલ્હી સરકાર આગામી દિવસોમાં મુખ્ય ધ્યાન આપવા માંગે છે. એએપી સરકાર શિક્ષણ અને આરોગ્ય ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવા ઇચ્છુક છે. સરકાર ગ્રામીણ દિલ્હીને વિકાસના એજન્ડા ઉપર સૌથી ઉપર લાવવા માંગે છે.

Related posts

સુપ્રીમ-હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસોમાં ઉલ્લેખનીય ઘટાડો

aapnugujarat

વડાપ્રધાને સરકારને સાત વર્ષ પૂર્ણ થતા મન કી બાત થકી દેશવાસીઓને સંબોધ્યા

editor

मध्य प्रदेश में बीजेपी के २ विधायकों की बगावत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1