Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાકિસ્તાનને ૬ અબજ ડોલર આપવા તૈયાર નથી ચીન

ભારતના તમામ વિરોધ છતાં ગુલામ કાશ્મીરમાં બનાવવામાં આવી રહેલી ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપૈક)ના રસ્તામાં અડચણો આવી છે. પાકિસ્તાનના વધી રહેલા દેવાના પહાડથી ચિંતિત થઈને આ કોરિડોરની સૌથી મોટી પરિયોજના માટે ચીન ૬ અબજ ડોલરની લોન મંજૂર કરવા તૈયાર નથી.સીપૈક ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વાકાંક્ષી ’વન બેલ્ટ, વન રોડ’ પરિયોજનાનો હિસ્સો છે. જિનપિંગ આ યોજનાને આધુનિક સિલ્ક રૂટ માને છે, જે ચીનને રસ્તા અને રેલ માર્ગે સીધું યુરોપ સુધી જોડવા તૈયાર કરવામાં આવી છે.સીપૈક સાથે જોડાયેલી મેનલાઈન-૧ (એમએલ-૧) રેલવે પરિયોજનાનોની કિંમત ૯ અબજ ડોલર હતી પરંતુ બાદમાં તેને ઘટાડીને ૬.૮ અબજ ડોલર કરી દેવામાં આવ્યો હતો. એક અહેવાલ પ્રમાણે ચીની અધિકારીઓએ પાકિસ્તાનની લોન ચુકવવાની યોગ્યતા સામે શંકા અને ચિંતા વ્યક્ત કરી છે.પાકિસ્તાની અધિકારીઓના કહેવા પ્રમાણે બેઈજિંગે ૩૦ માર્ચના રોજ પરિયોજનાના ભંડોળ સાથે સંકળાયેલી બેઠકમાં પોતાની ચિંતા વ્યક્ત કરી દીધી હતી.
૨૦૧૫માં ચીને પાકિસ્તાનમાં આશરે ૪૬ અબજ ડોલરના આ આર્થિક કોરિડોરના નિર્માણની જાહેરાત કરી હતી. ચીનની યોજના આ કોરિડોર દ્વારા પાકિસ્તાનમાં પોતાનો પ્રભાવ વધારવાની અને સંપૂર્ણ મધ્ય અને દક્ષિણ એશિયામાં અમેરિકા અને ભારતના પ્રભાવને ટક્કર આપવાની છે.

Related posts

ઉત્તર કોરિયાએ યુરેનિયમનો જથ્થો વધાર્યો

editor

पूर्वी कालिमैनटन में होगी इंडोनेशिया की नई राजधानी

aapnugujarat

Successfully extinguishing fires in Amazon region : Brazil’s Foreign Minister

aapnugujarat

Leave a Comment

UA-96247877-1