Aapnu Gujarat
રાષ્ટ્રીય

હવે કોરોના સંક્રમણની ગતિ ધીમી પડશે

દેશમાં કોરોના વાયરસના સંક્રમણ વચ્ચે એક આશાની કિરણ નજરે પડવા લાગી છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભારતમાં રિપ્રોડક્શન વેલ્યૂ (આર-વેલ્યુ) જેથી કોરોના વાયરસના સંક્રમણની સક્રિયતાને જાણવામાં આવે છે, મે, માર્ચના પહેલાં અઠવાડિયામાં એક સ્તર સુધી ઘટાડો જોવા મળ્યો હતો. એવામાં ભલે નવાં કેસોમાં વધારો જોવાં મળી રહ્યો હોય, ત્રણ દિવસમાં સંક્રમણનો આંકડો ૪ લાખને પાર કરી ગયો હોય, પરંતુ આર-વેલ્યુમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
આર-વેલ્યુમાં ઘટાડાથી એ સંકેત મળે છે કે પહેલાંની તુલનામાં કોરોના સંક્રમણ ધીમી ઝડપે ફેલાવાની સંભાવના છે, ત્યારબાદ આ સમાચાર દેશના વૈજ્ઞાનિકો સહિત બધાને રાહત આપતા નજરે પડી રહ્યા છે. મુખ્ય મહામારી વૈજ્ઞાનિક ગિરિધર બાબુએ કહ્યું કે આંકડાઓ પર નજર નાખીએ તો ગત ૫ મેના રોજ આર-વેલ્યુ ઘટીને ૧.૦૯ થઈ ગઈ હતી. જોકે ૫ માર્ચના રોજ ૧.૦૮ના સ્તર પર હતી અને એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં વધીને ૧.૫૬ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં ધીરે ધીરે ઘટાડો થઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું કે નવાં કેસોની સંખ્યામાં ઘટાડો આવવાં પહેલા કેટલોક સમય લાગે છે. આર-વેલ્યુમાં ઘટાડો, સંક્રમણની ગતિ ધીમી કરશે. તો ૫ મુખ્ય રાજ્યોમાં આર-વેલ્યુ ૧થી નીચે આવી ગઈ છે, જેમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા ઘનિષ્ઠ વસ્તી ધરાવતા રાજ્ય સામેલ છે. એ સિવાય ખૂબ પ્રભાવિત દિલ્હીમાં પણ આર-વેલ્યુ ૧થી નીચે આવી ગઈ છે. આ એક રાહતના સમાચાર છે. એવામાં મુખ્ય રાજ્યોમાં આંધ્ર પ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે, જેમાં ૩ મેથી શરૂ થતા અઠવાડિયામાં આર-વેલ્યુમાં સમાન્ય વધારો થતો જોવા મળ્યો છે.
આંધ્ર પ્રદેશ એક પખવાડિયા પહેલાંના કેસોની તુલનામાં હાલમાં હજુ પણ વધારે ટેસ્ટ કરી રહ્યું છે. એ સિવાય બિહારમાં આર-વેલ્યુએ એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં ૩ના સ્તરને સ્પર્શી લીધું હતું. જોકે હવે ૧.૧ના સ્તર ઘટી ગયું છે. આર-વેલ્યુ ૩ સુધી પહોંચવા પર બધા માટે ચિંતાઓ વધી ગઈ હતી, પરંતુ હવે તેમાં ઘટાડો થવાથી આશા જાગી રહી છે. જો હવે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રના કેસોમાં તે ૦.૯ના સ્તરથી નીચે આવી ગઈ છે.
રાજ્યના દૈનિક તાજા કેસોમાં ઘટાડો સંભવતઃ એ બદલાવની ઝલક છે. તમને જણાવી દઈએ કે ૧થી ઉપર આર-વેલ્યુ એ બતાવે છે કે સંક્રમણ વધી રહ્યું છે. તેનો અર્થ છે કે એક સંક્રમિત વ્યક્તિ, સરેરાશ એકથી વધારે લોકોને ઝડપથી સંક્રમિત કરી રહી છે, પરંતુ એક નીચે આજ વેલ્યૂ એ બતાવે છે કે મહામારી કઇ રીતે નિયંત્રણમાં આવી રહી છે.

Related posts

होटल, रेस्टोरेंट के खानपान से अनेक चीजो में लोगो को राहत

aapnugujarat

PM dedicates INS Kalvari to the nation

aapnugujarat

સીબીઆઇ વિવાદમાં નૈતિક જીત થઇ છે : મમતા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1