Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીબીઆઇ વિવાદમાં નૈતિક જીત થઇ છે : મમતા

સુપ્રીમ કોર્ટે આજે સીબીઆઇ વિવાદના મામલે તેનો ચુકાદો આપ્યા બાદ પ્રતિક્રિયા આપતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું હતું કે, આ સમગ્ર મામલામાં તેમની નૈતિક જીત થઇ છે. સીબીઆઈ વિવાદમાં સુપ્રીમના ચુકાદાને પોતાની જીત ગણાવતા કહ્યું હતું કે, આમાથી સામાન્ય લોકોને રાહત થઇ છે. બીજી બાજુ મમતા બેનર્જીના દાવાને લઇને પણ પ્રશ્નો થઇ રહ્યા છે. કારણ કે, મમતા બેનર્જીએ ધરણા પ્રદર્શન જારી રાખ્યા છે. ધરણા સ્થળ ઉપર મિડિયા સાથે વાતચીત કરતા મમતાએ કહ્યું હતું કે, આજે તેમની નહીં બલ્કે દેશની જનતાની જીત થઇ છે. મોદી સરકાર અમને યોગ્યરીતે કામ કરવા દેતી નથી. અમારા નેતાઓને જાણી જોઇને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે, તેમના પોલીસ જવાનોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. અમારા લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે. મમતાએ કહ્યું હતું કે, રાજીવની ધરપકડ કરવાના પ્રયાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવ્યા હતા. કોઇપણ નોટિસ વિના સીબીઆઈની ટુકડી પહોંચી હતી. મમતાએ કબૂલાત કરતા કહ્યું હતું કે, અમે સહકાર કરવાનો ક્યારેય ઇન્કાર કરી રહ્યા નથી. તમામ દેશવાસીઓ માટે ધરણા કરી રહ્યા હોવાની દલીલ મમતા બેનર્જીએ કરી હતી. મોદી હટાવો દેશ બચાવો નામથી ધરણા યોજવામાં આવી રહ્યા છે. રાજીવ કુમાર સામે નહીં બલ્કે લાખો ભારતીયો માટે લડી રહ્યા હોવાની દલીલ પણ મમતાએ કરી હતી. હાલમાં આ લડાઈ જારી રહે તેવી શક્યતા છે. લોકોએ રાજકીય દબાણ હેઠળ કામ કરવું જોઇએ નહીં. કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ, ડીજીપી, કોલકાતા પોલીસ કમિશનરને સીબીઆઈની માનહાનિ અરજી પર નોટિસ ફટકારી દીધી છે. આ મામલામાં ૨૦મી ફેબ્રુઆરીના દિવસે વધુ સુનાવણી કરવામાં આવશે. અગાઉ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે કોલકત્તાના પોલીસ કમીશનર રાજીવ કુમારને પુછપરછ માટે સીબીઆઇની ટીમ સમક્ષ હાજર થવુ પડશે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ છે કે પુછપરછ દરમિયાન કોલકત્તાના પોલીસ કમીશનરની અટકાયત અથવા તો ધરપકડ કરી શકાશે નહીં. સીજેઆઇના નેતૃત્વમાં ત્રણ સભ્યોની સુપ્રીમ કોર્ટની બેંચે આ મુજબનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળના મામલામાં સુનાવણી કરતી વેળા સુપ્રીમ કોર્ટે કોલકત્તાના પોલીસ કમીશનર, ડીજીપી અને પશ્ચિંમ બંગાળની સરકારને આદેશ કર્યો હતો. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને મમતા વચ્ચે ખેંચતાણ વધી શકે છે.

Related posts

महाराष्ट्र में चोरों ने किसान के गोदाम से उड़ाए १ लाख के प्याज

aapnugujarat

राबड़ी देवी की सुरक्षा बहाल सरकार ने वापस लिया फैसला : नीतिश पलटू राम, फिर पलटे : तेजस्वी

aapnugujarat

उत्तराखंड के CM त्रिवेन्द्र सिंह रावत ने सुषमा स्वराज के निधन पर जताया शोक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1