Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારત-યુરોપીયન સંઘ વચ્ચેની બેઠકમાં પીએમ મોદી વર્ચ્યુઅલી હાજર રહ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભારત-યુરોપીયન સંઘની બેઠકમાં વર્ચ્યુઅલ રીતે હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુરોપીય સંઘના સભ્ય દેશોના કુલ ૨૭ અધ્યક્ષ સામેલ છયા હતા. વડાપ્રધાન મોદી યુરોપીયન સંઘના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલના નિમંત્રણ પર વિશેષ આમંત્રિત સભ્ય તરીકે બેઠકમાં સામેલ થયા હતા.વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, પીએમ મોદીએ યુરોપીયન સંઘને કોવિડ-૧૯ની રસીની પેટન્ટ છોડવા માટે ભારત અને દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવનું સમર્થન કરવા માટે આમંત્રિત કરાયું છે. આ મુદ્દે ઈયુ તરફથી કોઈ નક્કર નિર્ણય લેવાયો નહતો.ભારતીય મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, આ મહત્વનો સમય છે, બેઠકથી સંબંધોને નવી ગતિ પ્રાપ્ત થઈ છે અને ભારત તેમજ ઈયુએ ટકાઉ તેમજ સમગ્ર સંપર્ક ભાગીદારીની શરૂઆત કરી છે. આ બેઠક અંગેના સંયુક્ત નિવેદનમાં જણાવાયું છે કે, અમે એ વાત પર સહમત થયા છીએ કે લોકતંત્રની દૃષ્ટિએ દુનિયાના બે સૌથી મોટા દેશો તરીકે ભારત અને યઈયુ વિશ્વમાં સુરક્ષા, સમૃદ્ધિ અને સતત વિકાસને સુનિશ્ચિત કરવામાં એક સમાન રસ ધરાવે છે. અમે વર્તમાન સમયમાં તેમજ ભવિષ્યમાં પડકારો સામે પહોંચી વળવા માટે સંયુક્ત રાષ્ટ્ર તેમજ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે એક સ્થિર વ્યાપાર વાતાવરણ સુનિશ્ચિત કરવા પ્રભાવી અને સમાવેશી મહત્વને રેખાંકિત કર્યું છે.૨૦૨૧-૨૨માં યુએનએસીમાં ભારતની સભ્યતા તેમજ ૨૦૧૯-૨૦૨૧માં યુએનએચઆરસીમાં અને ૨૦૨૩માં આગામી જી૨૦ પ્રેસીડેન્સી, આંતરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર અમારા સહયોગને પ્રોત્સાહિત કરવા અને આંતરાષ્ટ્રીય કાયદાની રક્ષા કરવા તેમજ મજબૂત બનાવવા માટે પેરિસ સમજૂતી અને સતત વિકાસના લક્ષ્યોને પ્રાથમિકતા સાથે હાંસલ કરવાનું લક્ષ્ય છે. કોરોના વાયરસથી ભારતમાં નોંધપાત્ર લોકોએ જીવ ગુમાવ્યા છે તેના પર પણ ખેદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related posts

આજે દેશમાં અસત્ય, ઘૃણા અને હિંસાની બોલબાલા છે : જનઆક્રોશ રેલીમાં સોનિયા ગાંધીના પ્રહારો

aapnugujarat

देश में कोरोना वायरस के 14,199 नए मामले

editor

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1