Aapnu Gujarat
રમતગમત

સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે આઇપીએલની બાકીની મેચ

ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા આઈપીએલ ૨૦૨૧ ની બાકીની મેચનું આયોજન થાય તેવી સંભાવના છે. લીગની બાકીની મેચ સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે. આઈપીએલ ૨૦૨૧ માં ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ લીગને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. તેવામાં ટી -૨૦ વર્લ્ડ કપ પહેલા બાકી ની મેચનું આયોજન થાય તેવા એંધાણ મળી રહ્યાં છે.
આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ભારતમાં ટી-૨૦ વર્લ્ડ કપ યોજાવાનો છે. તે સમયે તમામ વિદેશી ટીમો ભારતની જ હશે. તેવામાં જાે સપ્ટેમ્બરમાં બીસીસીઆઈને વિંડો મળશે તો આઈપીએલની બાકી ની મેચનું આયોજન કરવું શક્ય છે.
બીસીસીઆઈના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર જાે સપ્ટેમ્બરમાં ભારતમાં કોરોના વાયરસની સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો લીગની બાકીની મેચનું આયોજન થઈ શકે છે. ભારતમાં છેલ્લા ચાર દિવસમાં કોરોના વાયરસના ચાર લાખથી વધુ કેસ આવી રહ્યા છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ છે.
બીસીસીઆઈના અધિકારીએ એમ પણ કહ્યું હતું કે જાે વિદેશી ખેલાડીઓ ઉપલબ્ધ હોય અને કોવિડ -૧૯ ની સ્થિતિ નિયંત્રણમાં હોય, તો ્‌૨૦ વર્લ્ડ કપ પહેલા ચોક્કસપણે લીગની બાકીની મેચનું આયોજન થયું શકે છે. વર્લ્ડ કપ પહેલા આ ખેલાડીઓ માટે પણ તૈયારીની સારી તક હોઈ શકે છે.
આ દરમિયાન એવા સમાચાર પણ મળી રહ્યા છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ ૧૮ જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઇંગ્લેન્ડ પ્રવાસ કરી શકે છે. આ સમય દરમિયાન બંને ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ સાથે યુકેમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની બાકીની ૩૧ મેચ યોજવાની સંભાવના અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડના નીતિગત ર્નિણયો વિશે વાત કરી શકે છે.

Related posts

न्यूजीलैंड ने पाकिस्तान को पारी और 176 रनों से हराया

editor

NADAL अमेरिकी ओपन में हिस्सा नहीं लेंगे

editor

सौ फीसदी फिट भी न रहा तो भी खेलूंगा : वार्नर

editor

Leave a Comment

UA-96247877-1