Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેન્શનરોને રાહત, કેન્દ્ર સરકારે પ્રોવિઝનલ પેન્શન એક વર્ષ લંબાવી દીધું

કોરોનાવાયરસ મહામારીના ભયંકર સંકટ કાળમાં કેન્દ્ર સરકારે દેશના લાખો પેન્શનરો ને મોટી રાહત આપી દીધી છે અને તેમને આવા ભયાનક સમયમાં મદદ કરવાના હેતુથી સરકારે પ્રોવિઝનલ પેન્શન ને એક વર્ષ માટે લંબાવી દેવાની સત્તાવાર જાહેરાત કરી છે.
સરકારી એવી ચોખવટ કરી છે કે નિવૃત્તિની તારીખ થી એક વર્ષની અવધિ માટે પ્રોવિઝનલપેન્શનને લંબાવી દેવામાં આવ્યું છે જેથી મુસીબતના સમયમાં નિવૃત્ત કર્મચારીઓને નાણાકીય કટોકટીનો સામનો કરવો પડશે નહીં અને તેમના પરિવારજનોને પણ ઘણી બધી સહાયતા મળી રહેશે. નાણા મંત્રાલયના સૂત્રોએ એવી ચોખવટ કરી છે કે પહેલા પ્રોવિઝનલ પેન્શનની મુદ્દત છ માસ સુધી રાખવામાં આવી હતી પરંતુ વર્તમાન મુશ્કેલીને અનુલક્ષીને નિવૃત્ત કર્મચારીઓને રાહત આપવાના હેતુ સાથે આ પેન્શનને એક વર્ષ લંબાવી દેવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રી દ્રારા આ મુજબની જાહેરાત કરવામાં આવી હતી અને છેલ્લા બે દિવસથી આ નિર્ણય લેવા માટે બેઠકો થઇ રહી હતી અને વડાપ્રધાનના કાર્યાલય સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેને મંજૂરીની મહોર મારી દેવામાં આવી હતી. સરકારે એવી ચોખવટ પણ કરી છે કે નિવૃત્તિ બાદ કેટલાક કર્મચારીઓ ના મૃત્યુ થઈ જાય છે ત્યારે એમને પ્રોવિઝનલ પેન્શન આપવામાં તકલીફ પડે છે પરંતુ આવા કેસમાં પરિવારની અધિકૃત વ્યકિત દ્રારા કેટલાક દસ્તાવેજો જમા કરાવવાથી તરત જ પેન્શનની રકમ રિલીઝ કરવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે.
આવા કેસમાં મૃત્યુનું પ્રમાણપત્ર જરી હોય છે જે પરિવારજનો રજુ કરે કે તરત જ પેન્શન પરિવારને આપી દેવાની સૂચના આપવામાં આવી છે અને આ કામમાં કોઈપણ જાતની વિલબં નીતિ નહીં અપનાવવાની ખાસ તાકીદ સરકારી વિભાગોને કરવામાં આવી છે. નિવૃત્તિ બાદ સરકારી કર્મચારીઓ નાણાકીય અને આર્થિક સંકડામણમાં આવી જાય છે અને આવી અનેક ફરિયાદો કેન્દ્ર સરકારને મળી હતી અને ખાસ કરીને પ્રોવિઝનલ પેન્શન અંગેની ફરિયાદો મોટા પ્રમાણમાં મળી હતી પરંતુ હવે તેનો હલ શોધી કાઢવામાં આવ્યો છે.

Related posts

લોકસભા ચૂંટણીમાં મહિલાઓ બનશે કિંગમેકર : મતદારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો

aapnugujarat

પુલવામામાં ભાજપ નેતા રાકેશ પંડિતની આતંકીઓએ હત્યા કરી

editor

भारत की नौसेना मुकाबला करने के लिए पूरी तरह तैयार : नेवी चीफ

editor

Leave a Comment

UA-96247877-1