Aapnu Gujarat
મનોરંજન

શિલ્પા અને રાજ કુન્દ્રા સહિત પરિવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

બોલિવૂડ અને ટીવીની જાણીતી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ તેનાં પરિવારનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મીડિયા પર એક મેસેજ શેર કર્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો આખો પરિવાર કોરોનાની ચપેટમાં આવી ગયો છે. તેનો પતિ રાજ કુન્દ્રા બંને બાળકો વિઆન અને સમિશાનો પણ કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ખુદ શિલ્પા શેટ્ટીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
શિલ્પાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પોસ્ટ શેર કરી છે જેમાં તેણે લખ્યું છે, ‘છેલ્લા ૧૦ દિવસ મારા પરિવાર માટે મારા માટે ઘણાં અઘરા રહ્યાં. મારા સાસુ સસરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ સમિશા, વિઆન રાજ, મારી માતા અને છેલ્લે રાજ સૌ કોઇનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સૌ કોઇ પોત પોતાનાં રૂમમાં કોરોનાની ગાઇડલાઇન ફોલો કરતાં આઇસોલેશનમાં હતાં. તેઓ ડોક્ટરની સલાહ મુજબ જ દવાઓ લઇ રહ્યાં હતાં.અમારા પરિવારનાં બે હાઉસ સ્ટાફ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતાં. તેઓ પણ હાલમાં ડોક્ટરી સલાહ મુજબ દવાઓ લઇ રહ્યાં છે. જાેકે, ભગવાનની દયાથી સૌ કોઇ સારી રીતે રિકવર થઇ રહ્યાં છે. મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. સૌ કોઇ કોરોના ગાઇડલાઇન અને પ્રોટોકોલ ફોલો કરી રહ્યાં છે.

Related posts

ट्विटर पर लक्ष्मीबम को बॉयकॉट करने की हो रही मांग

editor

डिजिटल प्लेटफॉर्म पर डेब्यू करने के लिए तैयार हैं कपिल शर्मा

editor

અનિલ કપૂરના આવાસ પર બોલિવુડ હસ્તીઓ એકત્રિત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1