Aapnu Gujarat
રમતગમત

ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે

સાઉથ આફ્રિકાના ધૂંઆધાર બેટ્‌સમેન એબી ડિવિલિયર્સએ ફરીથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પુનરાગમન કરી શકે છે. લાંબા સમયથી આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં જ સાઉથ આફ્રિકાના કોચ માર્ક બાઉચરએ ડિવિલિયર્સની વાપસી અંગે સંકેત આપ્યા હતા. એટલું જ નહીં ખુદ એબી ડિવિલિયર્સે પણ સાઉથ આફ્રિકાની ટીમ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પરત ફરવાની ઈચ્છા દર્શાવી હતી. ગુરુવારે સાઉથ આફ્રિકાના ક્રિકેટ ડાયરેક્ટર ગ્રીમ સ્મિથે પણ આ અંગે સંકેત આપ્યા છે. મનાય છે કે ડિવિલિયર્સ જૂન મહિનામાં ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરી શકે છે.ગ્રીમ સ્મિથે ગુરુવારે જાહેરાત કરી હતી કે સાઉથ આફ્રિકન ક્રિકેટ ટીમ આગામી મહિને વેસ્ટઈન્ડિઝ પ્રવાસે જશે. જ્યાં સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે બે ટેસ્ટ અને પાંચ ટી-૨૦ મેચોની સિરીઝ રમાશે. સ્મિથે સાથે જ સ્મિથે સંકેત આપ્યો કે ડિવિલિયર્સ પણ સાઉથ આફ્રિકાની ટીમ તરફથી એક વખત રમતા જાેવા મળશે. એટલું જ નહીં ડિવિલિયર્સ સાથે જ ટીમમાં ક્રિસ મોરિસ અને ઇમરાન તાહિર જેવા ખેલાડીઓ પણ વાપસી કરી શકે છે.કેરેબિયન ક્રિકેટ પોડકાસ્ટે ગ્રીમ સ્મિથના નિવેદનને ટ્‌વીટ કર્યું હતું. જે મુજબ, ક્રિકેટ સાઉથ આફ્રિકાના ડાયરેક્ટર ગ્રીમ સ્મિથે સાઉથ આફ્રિકી ટીમના વેસ્ટઈન્ડિઝ પ્રવાસ અંગે પુષ્ટિ કરી છે. જાેકે, મેચ કયા સ્ટેડિયમ્સમાં રમાશે તે અંગે હજી નક્કી નથી કરાયું. સાથે જ સ્મિથે કહ્યું કે, તેમને આશા છે કે ઇમરાન તાહિર, ક્રિસ મોરિસ અને એબી ડિવિલિયર્સ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરશે.ઉલ્લેખનીય છે કે, એબી ડીવિલિયર્સે વર્ષ ૨૦૧૮માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સન્યાસ લીધો હતો. ૧૫ વર્ષ સુધી દક્ષિણ આફ્રિકા તરફથી રમનાર ડીવિલિયર્સ ૧૧૪ ટેસ્ટ, ૨૨૮ વનડે અને ૭૮ ટી-૨૦ મેચ રમી ચૂક્યો છે. ડીવિલિયર્સની વનડે અને ટેસ્ટ એવરેજ ૫૦ કરતા વધારે હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેણે કુલ ૪૭ સદી ફટકારી હતી. ડીવિલિયર્સ ભલે ૩૭ વર્ષના થઈ ગયો હોય, પરંતુ તેના બેટમાં હજી તાકાત છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની દરેક સિઝનમાં તેણે આ વાત સાબિત કરી છે. ડીવિલિયર્સે આઈપીએલની આ સિઝનમાં પણ ૬ ઇનિંગ્સમાં ૨૦૭ રન બનાવ્યા હતા.

Related posts

दूसरा टेस्ट : कपिल देव को पीछे छोड़ सकते हैं ईशांत शर्मा

aapnugujarat

વિમ્બલ્ડન ૨૦૧૭ : એન્ડી મરે સામ કેરી સામે હારી જતાં અપસેટ સર્જાયો

aapnugujarat

Rohit Sharma 1st Indian batsman to score 4 century in ODI of WC 2019

aapnugujarat

Leave a Comment

URL