Aapnu Gujarat
બિઝનેસ

એલઆઈસીમાં હવે દર શનિવારે રજા

જાહેર ક્ષેત્રની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસઈ)ના કર્મચારી યુનિયન તેમજ મેનેજમેન્ટ વચ્ચે ચાલી રહેલા લાંબા સમયના વિવાદનો અંત આવ્યો છે. હવેથી એલઆઈસીમાં સપ્તાહના ફક્ત પાંચ દિવસ કામકાજ થશે. ૧૦ મેથી આ નવો નિયમો લાગુ પડશે. સપ્તાહમાં સોમથી શુક્રવાર સુધી જ એલઆઈસીની કચેરીઓમાં કામગીરી ચાલુ રહેશે અને શનિ-રવિ રજા રાખવામાં આવશે. ૧૫ એપ્રિલ ૨૦૨૧ના એક પરિપત્ર મુજબ કેન્દ્ર સરકારે જાહેર કર્યું છે કે શનિવારે એલઆઈસીની કચેરીમાં રજા રહેશે. તમામ પોલીસી ધારકો અને હિસ્સેદારોએ આ વાતનો ખ્યાલ રાખવો કે ૧૦મેથી આ નિયમ અમલમાં આવશે.૧૦ મેથી એલઆઈસીની ઓફિસોમાં સોમવારથી શુક્રવાર ૧૦થી ૫.૩૦ સુધી કામકાજ રહેશે તેમ જણાવાયું હતું.

Related posts

ફેસબુક, ઇન્સ્ટાગ્રામ સર્વર ક્રેશ

aapnugujarat

१३ साल बाद अमेरिकी संस्था मूडी ने भारत की रैकिंग सुधारी

aapnugujarat

બજેટમાં મહિલાઓને વધારે ટેક્સમાં રાહત મળવાની વકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1