Aapnu Gujarat
ગુજરાત

લિક્વિડ ઓક્સજન પર પ્રતિબંધને કારણે સિલિન્ડર પ્રોડક્શન યૂનિટ ૫ દિવસ ઠપ રહ્યા

દેશમાં કોરોના વાયરસ અને ઓક્સિજન સંકટની વચ્ચે, સિલિન્ડર ઉત્પાદન યૂનિટ મિસમેનેજમેન્ટનો શિકાર થઈ ગયા હતા. કોરોના દર્દીઓને ઓક્સિજનની ખૂબ જરૂરી ઊભી થતાં કેન્દ્ર સરકારે નોન મેડિકલ ઇન્ડસ્ટ્રીને ઓક્સિજનની ખપત પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેની સૌથી ગંભીર અસર ગાંધીધામમાં ઓક્સિજન સિલિન્ડર મેન્યુફેક્ચરિંગના સૌથી મોટા યૂનિટ્‌સ પર પડી હતી. આ યૂનિટ્‌સને સરકારે ૨૫ એપ્રિલે લગાવવામાં આવેલા પ્રતિબંધમાં સામેલ કર્યા હતા. જેના કારણે ગાંધીધામમાં સિલિન્ડર બનાવવાના બે યૂનિટમાં પ્રોડક્શન પાંચેય દિવસ બંધ રહેતા લાખો સિલિન્ડરના ઓર્ડર અટવાઈ ગયા હતા. પરંતુ સરકારના નવા આદેશ બાદ આ યૂનિટોને લિક્વિડ ઓક્સિજન મળતાં હવે બંને યૂનિટમાં સિલિન્ડરનું પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ૨૭ એપ્રિલે ગૃહ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે ઓક્સિજન સિલિન્ડર નિર્માતાઓને લિક્વિડ ઓક્સિજનનો સપ્લાય મળવો જોઈએ. ત્યારબાદ આ પ્રતિબંધ હટાવવવામાં આવ્યો હતો.
ગાંધીધામના સ્પેશલ ઇકોનોમી ઝોનમાં રામા સિલિન્ડર પ્રાઇવેટ લિમિટેડ અને એવરેસ્ટ કન્ટો સિલિન્ડર લિમિટેડ ભારતમાં સિલિન્ડરનું પ્રોડક્શન કરતી સૌથી મોટી કંપનીઓ છે. કેન્દ્ર સરકારના પ્રતિબંધના કારણે આ બંને કંપનીઓ ખાતે નવા સિલિન્ડરનું પ્રોડક્શન બિલકુલ ઠપ પડી ગયું હતું. પરંતુ પાંચ દિવસ કામ બંધ રહ્યા બાદ સિલિન્ડર પ્રોડક્શન શરૂ થઈ ગયું છે.
ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ અનિલકુમાર જૈનએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે, ગાંધીધામના એક્સઓર્ટ ઓરિએન્ટેડ બે યુનિટ જે ઓક્સિજ સિલિન્ડર બનાવે છે અને કોરોનાની આ મહામારીમાં સિલિન્ડરની ખૂબ જ વધારે ડિમાન્ડ છે. આ બંને યૂનિટ પાસે લાખ-લાખ સિલિન્ડરની ડિમાન્ડ બુક થયેલી છે. પરંતુ બંને યુનિટને લિક્વિડ ઓક્સિજન સપ્લાય બંધ થતા ચાર-પાંચ દિવસ યુનિટ બંધ થઈ ગયા હતા. જેના કારણે પેન્ડિંગ ઓર્ડરના કારણે લોકોમાં અધરાતફરી મચી ગઈ હતી. લાખો સિલિન્ડરની ડિમાન્ડની સામે પ્રોડક્શન રોકાઈ જતાં ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ હતી.
અનિલકુમાર જૈને વધુમાં જણાવ્યું કે, સરકારી આદેશ અનુસાર સિલિન્ડરનું નિર્માણ કરતી કંપનીઓને લિક્વિડ ઓક્સિજન સપ્લાય બંધ થઈ ગયો હતો જેના કારણે પ્રોડક્શન બંધ થયું હતું. હવે સરકારે ગુજરાત બહારથી પણ લિક્વિડ ઓક્સિજન પૂરો પાડતા અને અન્ય સોર્સથી પણ લિક્વિડ ઓક્સિજન મળતાં બંને યૂનિટમાં સિલિન્ડર બનાવવાનું કામ ફરી શરૂ થઈ ગયું છે.
ઓલ ઈન્ડિયા ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ના પ્રતિનિધિઓએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગાંધીધામના સ્પેશલ ઇકોનોમિક ઝોનમાં કાર્યરત બે યૂનિટ્‌સ દેશના ઓક્સિજન સિલિન્ડર પ્રોડક્શનના લગભગ બે-તૃતીયાંશ છે અને તેની પર પ્રતિબંધ મૂકાતાં સિલિન્ડરની અછત વધી ગઈ હતી.
રામા સિલિન્ડર પ્રાઇવેટ લિમિટેડ જણાવ્યું કે, તેમની ઉત્પાદન ક્ષમતા મહિને ૫૦ હજાર સિલિન્ડર સુધીની છે. પરંતુ આ ઓક્સિજન ન મળતાં કામ અટકી ગયું હતું. યૂનિટના એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર, અમિત રામસિંઘાનીએ કહ્યું હતું કે, અમને બે સિલિન્ડર પ્લાન ચલાવવા માટે રોજ ૩ સ્‌ ઓક્સિજનની જરૂર પડે છે. થોડા દિવસ પ્લાન્ટ બંધ રહેવાથી અનેક ઓર્ડર અટવાઈ ગયા છે.
ગાંધીધામ જીઈઢના સૌથી મોટા સિલેન્ડર નિર્માતા, એવરેસ્ટ કન્ટો સિલિન્ડર લિમિટેડના માર્કેટિંગ મેનેજર સારંગ ગાંધીએ જણાવ્યું હતું કે, તેમની કંપનીની પ્રોડક્શન કેપિસિટી દર મહિને ૩૫,૦૦૦ સિલિન્ડરની છે, પરંતુ લિક્વિડ ઓક્સિજનની સપ્લાય થોડા દિવસ બંધ થતાં પ્રોડક્શન પર માઠી અસર પડી છે.

Related posts

बडौदा : पीसीबी ने गिरफ्तार किए ४ बांग्लादेशी लोगों को

aapnugujarat

૧૦૮ ઇમરજન્સી સેવાની ભાવનગરમાં અદભૂત જીવનરક્ષક કામગીરી

editor

શિક્ષકોની બેદરકારી : વિદ્યાર્થી રાતભર વર્ગખંડમાં પૂરાઇ રહ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1