Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભારતમાં બેકાબૂ કોરોના માટે દુરંદેશીનો અભાવ જવાબદાર : રઘુરામ રાજન

ભારતીય રિઝર્વ બેન્કનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનવા માટે દેશની નેતાગીરી અને દૂરંદેશીનાં અભાવને જવાબદાર ગણાવ્યા હતા. રાજને કહ્યું કે આત્મશ્લાઘા, નેતૃત્વ અને દીર્ઘદ્રષ્ટિનાં અભાવની ભારતનાં લોકો હાલ મોટી કિંમત ચૂકવી રહ્યા છે. ગયા વર્ષે કોરોનાની પહેલી લહેર શાંત પડયા પછી દેશ આત્મમુગ્ધતાની સ્થિતિમાં આવી ગયો હતો. લોકો સંતોષનો શ્વાસ લઈ રહ્યા હતા. નેતાગીરીમાં દીર્ઘદ્રષ્ટિનો અભાવ જોવા મળ્યો હતો. ભારતમાં દરરોજ ૩.૫૦ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે સંક્રમણ વધી રહ્યું છે. સરકાર પર લોકડાઉન લગાવવા દબાણ છતાં સરકાર તેનો ઈનકાર કરી રહી છે.
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળનાં ચીફ અર્થશાસ્ત્રી રહી ચૂકેલા રાજને એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, સરકારે સમજવાની જરૂર હતી કે હજી ખતરો ખતમ થયો નથી. બ્રાઝિલની સ્થિતિ પરથી સમજી શકાયું હોત કે વાઈરસ વધુ ખતરનાક બનીને પાછો આવી રહ્યો છે. લોકો એમ સમજ્યા કે વાઈરસનો ખરાબ તબક્કો પૂરો થઈ ગયો છે અને બધું ખોલવાનો સમય આવી ગયો છે. કોઈએ આ તરફ ધ્યાન આપવાની જરૂર હતી. આ આત્મસંતોષ ભારતને ભારે પડી રહ્યો છે.
શિકાગો યુનિવર્સિટીમાં ફાઈનાન્સનાં પ્રોફેસર રઘુરામ રાજને કહ્યું કે સરકારે વેક્સિન બનાવવા ધ્યાન જ આપ્યું નહીં. પહેલી લહેર સફળતાથી પસાર કર્યા પછી ભારતે સંતોષ માન્યો. ભારતને એમ કે વાઈરસનો સામનો કરી ચૂક્યા છીએ એટલે વેક્સિનેશનમાં ઉતાવળની જરૂર નથી. હવે સરકારને ખ્યાલ આવ્યો છે અને ઈમરજન્સીમાં કામ કરી રહી છે.

Related posts

निर्भया केआरोपी की फासी की सजा बरक़रार

aapnugujarat

વડાપ્રધાન મોદી નફરત ફેલાવવામાં વ્યસ્ત છે : રાહુલ ગાંધી

aapnugujarat

दिल्ली सरकार भ्रष्ट कर्मचारियों और अधिकारियों की करेगी जबरन छुट्टी..!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1