Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચૂંટણી બાદ એક્શનમાં મમતા બેનર્જી

વિધાનસભા ચૂંટણી બાદ બંગાળમાં વધતા કોરોના કેસ પર આજે મુખ્યમંત્રી મમતા બેનર્જી એ શપથ ગ્રહણ બાદ તત્કાલ સમીક્ષા બેઠક કરી. આ બેઠકમાં બંગાળમાં પ્રતિબંધો લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મમતાએ સમીક્ષા બેઠક બાદ કહ્યું કે, બંગાળના ભાગનો ઓક્સિજન બીજે જઈ રહ્યો છે અને અમે ઇન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યાં છીએ.તેમણે જણાવ્યું કે, કોરોનાની સ્થિતિ જોતા રાજ્યમાં તમામ સ્પા, પાર્લર, શોપિંગ મોલ બંધ રહેશે, સાથે જાહેર કાર્યક્રમો પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. લગ્ન સમારોહમાં પોલીસની મંજૂરી બાદ માત્ર ૪૦ લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી શકે છે. તમામ બજારો બંધ કરી દેવામાં આવી છે અને દુકાનોને માત્ર સવારે ૭-૧૦ અને સાંજે ૫-૭ ખોલવાની મંજૂરી હશે.આ સિવાય બંગાળમાં આગામી આદેશ સુધી તમામ લોકલ ટ્રેન સેવા બંધ કરવામાં આવી છે અને મેટ્રો સહિત રાજ્ય પરિહવનમાં અડધી ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. કોઈપણ યાત્રીને કોલકત્તા એરપોર્ટ પર આરટીપીસીઆર ટેસ્ટ વગર સાત મે બાદ પ્રવેશ અપાશે નહીં. આ ટેસ્ટ પણ ૭૨ કલાકની અંદર કરેલો હોવો જોઈએ.
મુખ્યમંત્રી મમતાએ કહ્યું કે, હવે અમારે ત્યાં દર્દીઓ માટે બેડની સંખ્યા વધારીને ૩૦ હજાર થઈ જશે. સાથે રાજ્યમાં કોરોના વેક્સિનના બીજા ડોઝને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, અમારા ભાગનો ઓક્સિજન કોઈ અન્ય લઈ જાય છે, અમે ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનો ઉપયોગ કરી રહ્યાં છીએ.મમતાએ કહ્યું કે, આરટીપીસીઆર ટેસ્ટ માટે ત્રણ દિવસનો સમય લાગે છે અને ડેડ બોડી ૩થી ૪ દિવસ પડી રહે છે. અમે તે માટે અલગ ટેસ્ટ કરાવવાનું વિચાર્યું છે જે માત્ર ૪ કલાકમાં રિઝલ્ટ આપશે અને દર્દીઓની લાશ પડી રહેશે નહીં. સાથે તેમણે કહ્યું કે, વેક્સિનેશનમાં પત્રકારોને પ્રાથમિકતા આપવામાં આવશે કારણ કે તે લોકોની વચ્ચે વધુ રહે છે.મુખ્યમંત્રીએ પ્રદેશમાં હિંસાની ઘટનાઓને જોતા જગમોહનને હટાવી ફરીથી વીરેન્દ્રને રાજ્યના ડીજીપી બનાવ્યા છે. આ સિવાય જાવેદ શમીમને એડીજી લો એન્ડ ઓર્ડરની જવાબદારી સોંપવામાં આવી છે. બધા જિલ્લામાં પોલીસ કમિશનરને હિંસા રોકવા માટે આકરા પગલા ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

Related posts

हौज काजी के धर्मस्थल में तोड़फोड़ : दो आरोपी अरेस्ट किया, एक नाबालिग को हिरासत लिया

aapnugujarat

મધ્યપ્રદેશમાં શિવરાજ કેબિનેટનું વિસ્તરણ

editor

દલિત માટે મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર : સિદ્ધારમૈયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1