Aapnu Gujarat
ગુજરાત

વિજાપુરના ખણુંસામાં એક હજાર રાશનકીટનું વિતરણ

મહેસાણાથી અમારા સંવાદદાતા મહેશ અસોડિયા જણાવે છે કે,મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની વિરલ વસુંધરા સમાન ખણુંસા ગામે મા ભગવતી મેલડીનો મઢ આવેલો છે.દર વર્ષની જેમ આ વર્ષે આઠમી મે ના રોજ ભવ્ય પાટોત્સવ યોજાનાર હતો, પણ વર્તમાન કોરોનાની મહામારીને કારણે આ પાટોત્સવ રદ્દ કરવો પડ્યો છે. મઢના મહંત શ્રી પૂજ્ય મહેશપુરી બાપુજીએ આ પ્રસંગ નિમિત્તે અને આ લૉકડાઉનની પરિસ્થિતિમાં એવા પરિવારો કે જેઓ રોજનું કમાઈને પોતાના તથા કુટુંબનો પેટનો ખાડો પૂરવા ઝઝૂમી રહ્યા છે. તેવા ગરીબ ઝૂંપડામાં રહેતા લોકોને એક હજાર રાશનકીટનું વિતરણ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાથે સાથે મા ભગવતી મેલડીના પ્રસાદરુપે અલગથી માઈ ભક્તોને પેકેટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ પ્રશંસનીય કામગીરીમાં ગામના સરપંચશ્રી એ.પી.પટેલ તથા આગેવાનો,મઢના સેવક પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. પૂ.મહેશપુરીબાપજીએ આપણો દેશ અને સમગ્ર વિશ્વ આ કોરોના મહામારીમાંથી મુક્ત થાય એવી હ્રદયપૂર્વક મા ભગવતી મેલડીને પ્રાર્થના કરી હતી અને સરકારશ્રીની ગાઇડલાઇનનું પાલન કરવા સૈને વિનંતી કરી હતી.

Related posts

દલિત વિદ્યાર્થીના આત્મહત્યાના પ્રયાસના કેસમાં હવે બી.જે.મેડિકલ કોલેજનાં નવ ડોકટરો દ્વારા હાઇકોર્ટમાં કવોશીંગ પિટિશન

aapnugujarat

ભરૂચના યુવાનની દક્ષિણ આફ્રિકામાં હત્યા

aapnugujarat

વયોવૃદ્ધ મહિલા સાથે પોલીસના અમાનવીય વર્તનથી ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1