Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા-પાટણમાં ૨૫ હજારથી વધુ વિજ કનેક્શન : સૌરભ પટેલ

ઉર્જામંત્રી સૌર પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ નિર્ણયો લીધા છે જેના પરિણામે ખેડૂતો સમૃદ્ધ થયા છે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૨૫૬૦૪ ખેડૂતોને વીજ કનેક્શનો પુરા પડાયા છે. આજે વિધાનસભા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કૃષિ વિષયક જોડાણના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું હતુ ંકે, ખેડૂતોને વીજદરમાં રાહત આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા ભાવ વધારો કરવામાં આવે તો પણ ખેડૂતો માટે વીજ દરમાં વધારો કરાતો નથી. ૧.૫ લાખથી વધુ હોર્સ પાવરની મોટર પર ૨૪૦૦ હોર્સ પાવરદીઠ વસુલ કરાય છે. ૭.૫ હોર્સ પાવરની નીચે હોય તો ૬૬૫ અને ૭.૫ હોર્સ પાવરથી ઉપરની મોટર હોય તો ૮૦૭ સબસિડી અપાય છે. આ બંને જિલ્લામાં ૭૦.૪૦ કરોડની રકમ માફ કરી છે. ૧૯૬૦થી ખેડૂતો પાસેથી ઇલેક્ટ્રીસિટી ડ્યુટી લેવાતી હતી પરંતુ ભાજપ સરકાર આવી ત્યારથી ખેડૂતો પાસેથી ઇલેક્ટ્રીસિટી ડ્યુટી માફ કરવામાં આવી છે. આ માટે આગામી વર્ષમાં ૪૦૦૭ કરોડની સબસીડી માટે જોગવાઈ કરી છે. મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં ૧૪૫૫૫ અરજીઓ મળી હતી તે પૈકી ૧૭૪૫ વીજ જોડાણો આપી દેવાયા છે અને ૧૦૧૯૭ પડતાર છે તે જ રીતે પાટણ જિલ્લામાં ૨૩૫૦ અરજીઓ મળી હતી તે પૈકી ૩૮૯ કનેક્શન આપી દેવાયા છે અને ૧૦૯૮ પેન્ડિંગ છે. બંને જિલ્લામાં તત્કાલ વિજ જોડાણ પણ ૧૬-૧૬ આપી દેવાયા છે. આ બંને જિલ્લામાં ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળી રહે તે માટે ૧૯૩ સબ સ્ટેશનનો તો છેલ્લા ૧૫ વર્ષમાં જ બન્યા છે. ખેતી વિષયક વીજ ડોજાણ આપવાની પ્રક્રિયા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ હેતુ માટે પ્રતિ વર્ષ નવી ઉભી કરવાની થતી માળખાગત સુવિધા, વીજ વિતરણ વ્યવસ્થા અને વીજતંત્ર પર પડનાર બોજો ધ્યાને લઇને પડકાર અરજીઓને અગ્રતાક્રમે શક્ય તેટલી ઝડપથી નિકાલ કરીને ખેડૂતોને વીજ કનેક્શન પુરા પાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

સિદ્ધપુરમાં સિદ્ધયોગી પૂનમનાથજી બાપુની પુણ્યતિથિ નિમિત્તે શોભાયાત્રા યોજાઈ

aapnugujarat

ભુપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ બદલીને લઈ IAS, IPS ની ચિંતા વધી

editor

ચુડા ખાતે સુન્ની મુસ્લિમ સમાજનો પ્રથમ સમૂહ લગ્ન સમારોહ યોજાયો

editor

Leave a Comment

UA-96247877-1