Aapnu Gujarat
ગુજરાત

સરકાર ખેડૂત પાસે એક લાખ મેટ્રિક ટન મગફળી ખરીદશે

રાજયમાં ખેડૂતોને મદદરૂપ બનવાના આશયથી રાજય સરકાર દ્વારા આજે કેબીનેટની બેઠકમાં વધુ એક લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરકારના આ નવા નિર્ણયને પગલે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં જ મગફળીની ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના નિર્ણયને લઇ રાજયના ખેડૂતોને કંઇક અંશે રાહત મળશે તે સ્વાભાવિક છે. રાજયના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવા બાબતે રાજય સરકાર તરફથી જુદી જુદી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ(એપીએમસી)ને સૂચના જારી કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મગફળીના ટેકાના પૂરતા ભાવે ખરીદી નહી કરાઇ હોવા ઉપરાંત, ખેડૂતોની દયનીય અને કફોડી હાલતને લઇ વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં તાજેતરમાં જ વિપક્ષ કોંગ્રેસ દ્વારા શાસક પક્ષ ભાજપ પર જોરદાર હલ્લાબોલ કરવામાં આવ્યું હતુ અને ગૃહમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો મગફળી ઉછાળી ખેડૂતોના ન્યાય માટે ઉગ્ર માંગણી કરી હતી. દરમ્યાન આજે રાજય સરકાર દ્વારા કેબીનેટની બેઠકમાં સરકારે મગફળીના ટેકાના ભાવને લઇ વધુ એકવાર મહત્વનો નિર્ણય કર્યો હતો જેમાં સરકાર દ્વારા રાજયના ખેડૂતો પાસેથી વધુ એક લાખ મેટ્રિક ટન મગફળી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારે અરજન્ટ ધોરણે આ નિર્ણયની અમલવારીના ભાગરૂપે રાજયની જુદી જુદી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એપીએમસી) સત્તાવાળાઓને ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફરી ખરીદવા અંગેની સૂચનાઓ પણ જારી કરી દીધી હતી. જેને પગલે હવે આગામી ત્રણ-ચાર દિવસમાં ખેડૂતો પાસેથી વધારાની એક લાખ મેટ્રિક ટન જેટલી મગફળી ટેકાના ભાવે ખરીદ કરવાની શરૂઆત કરાશે.

Related posts

સાબરકાંઠામાં નાગણેશ્વરી માતાજીનો પાટોત્સવ ઉજવાયો

editor

સિવિલમાં રૂપાણી પ્રસુતા વોર્ડમાં માતાઓને મળ્યાં

aapnugujarat

દક્ષિણ ગુજરાતમાં વરસાદ : લોકોને આંશિક રાહત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1