Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોની વિવિધ સબસિડી પેટે ૪૦૦૭ કરોડ ચુકવાયા : સૌરભ પટેલ

વિધાનસભા ગૃહમાં ઉર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા વિવિધ વિભાગો દ્વારા થયેલા ખર્ચ સંદર્ભે મહેસુલ અને મૂડી પેટે કુલ ૧૦૭૯૨ કરોડની પૂરક માંગણીઓ પૈકી ચર્ચા અને મતદાન માટે રજૂ કરવામાં આવેલી આ પુરક માંગણીઓ વિના વનિરોધે પસાર થઇ હતી. મંત્રીએ ઉમેર્યું હતું કે, આ પુરક માંગણીઓમાં ૭માં પગાર પંચના અમલીકરણને કારણે પગાર અને ભથ્થા, પેન્શન અને ગ્રેજ્યુઇટી, કૃષિ માટે વિજળી વપરાશ માટે ખેડૂતોને અપાતી સબસીડી, એમએસએમઈ અને કાપડ ઉદ્યોગને સહયોગ, કૃષિમાં જોખમ વ્યવસ્થાપન ખર્ચ, આપત્તિ વ્યવસ્થાપન, નાણા પંચની માર્ગદર્શિકા મુજબ નવી નિમણૂંક પરના ખર્ચનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે, આ પુરક માંગણીઓ પૈકીની ગૃહ વિભાગ અંતર્ગત પોલીસ સેવા હેઠળ ૬૨૦ કરોડથી વધુની પુરક મહેસુલ, કૃષિ અને સહકાર વિભાગ માટે મહેસુલ અને મૂડી બંને મળીને કુલ ૨૭૮ કોરડની વધુ. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ વીજળી શક્તિ પરિયોજનાઓ માટે મહેસુલ અને મૂડી મળી કુલ ૧૦૨ કરોડથી વધુ, નાગરિક પુરવઠા માટે મહેસુલ ૧૬ કરોડથી વધુ તેમજ તબીબી અને જાહેર આરોગ્ય માટે મહેસુલી માંગણીઓ એમ કુલ ૧૦૭૯૨ કરોડ પૈકીની પૂરક માંગણી રજૂ કરવામાં આવી હતી. વિવિધ વિભાગો માટેની કુલ પુરક માંગણીઓ ૧૦૭૯૨ કરોડની થવા જાય છે. વિધાનસભા ગૃહમાં પુરક માંગણીઓ રજૂ કરતા ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત સૌથી વધુ શાંત અને સલામત રાજ્ય છે જેના કારણે આજે વિશ્વભરના દેશો ગુજરાતમાં મૂડીરોકાણ માટે ઉત્સુક છે. ગુજરાત રાજ્યમાં પુરતી પોલીસબળ જળવાય તે માટે જરૂરિયાત પ્રમાણે પોલીસ સ્ટેશનની સ્થાપના ઉપરાંત વર્ષ ૨૦૧૭માં ૧૭૪૬૫ કર્મીઓની ભરતી સાથે છેલ્લા ચાર વર્ષમાં ૪૯૬૬૦ કર્મચારીઓની ભરતી કરવામાં આવી જેને અનુસંધાને પગાર ચુકવણી, સાધનો, વાહનોની ખરીદી વગેરે માટે નાણાની જરૂરિયાત ઉભી થઇ છે.

Related posts

મોજીદડ ખાતે પ્રા.શાળાના આચાર્યની ઘોર બેદરકારી

editor

જાહેર ટ્રસ્ટના ૨.૫૦ કરોડથી વધારે દસ્તાવેજો ડિજિટલ થયા : વિધાનસભા ગૃહમાં જાડેજાએ માહિતી આપી

aapnugujarat

ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજનાનો ૨૩મી સપ્ટેમ્બરથી શુભારંભ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1