Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીપીએફ અને સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજદર વધી શકે

નાની બચત યોજના સાથે જોડાયેલા મોટી સંખ્યામાં લોકોને મોટી રાહત થવાના સંકેત દેખાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા નવ મહિનાથી સરકારી બોન્ડ યીલ્ડમાં સતત વધારો થવાના કારણે પહેલી એપ્રિલથી શરૂ થઇ રહેલા આગામી ત્રિમાસિક ગાળામાં મોદી સરકાર સ્મોલ સેવિંગ સ્કીમ્સ અથવા તો નાની બચત સ્કીમના વ્યાજદરમાં વધારો કરી શકે છે. પહેલી જાન્યુઆરી બાદથી ૧૦ વર્ષના સરકારી બોન્ડની અવરેજ યીલ્ડ ૭.૫ ટકા છે. આનો અર્થ એ થયો કે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ (પીપીએફ) અને અન્ય નાની ચતની સ્કીમ પર વ્યાજદરમાં ૦.૧૫ ટકાથી ૦.૨૦ ટકા સુધીનો વધારો કરવામાં આવી શકે છે. સ્મોલ સેવિગ્સ પર શ્યામલા ગોપીનાથ સમિતીની ફોર્મ્યુલાના કહેવા મુજબ પીપીએફના રેટ પહેલી એપ્રિલથી ૦.૨૫ ટકાથી વધારીને ૭.૭૫ ટકા કરવામાં આવી શકે છે. સીનિયિર સિટીજન્સ સેવિગ્સ સ્કીમ પર પણ વ્યાજ દર ૦.૨૦ ટકા સુધી વધી શકે છે. આની સાથે આનો દર ૮.૫ ટકા થઇ શકે છે. આ સ્કીમની વ્યાજદરમાં ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો ન હતો. એ વખતે બીજી સ્મોલ સેવિગ્સ સ્કીમ પર રિટર્ન ઘટાડી દેવામાં આવ્યો હતો.પહેલી એપ્રિલથી શરૂ થતી ત્રિમાસિક અવધિમાં સુકન્યા સમૃદ્ધિ યોજનાના દરને ૦.૧૫ ટકાથી વધારીને ૮.૨૫ ટકા કરવામાં આવ્યો હતો. ગોપીનાથ સમિતીએ ૨૦૧૧માં સ્મોલ સેવિગ્સ રેટ્‌સને સરકારી બોન્ડ યીલ્ડ સાથે જોડી દેવાની ભલામણ કરી હતી. સમિતીએ કહ્યુ હતુ કે આવી જ પ્રકારની મેચ્યોરિટી વાળી યોજનાના વ્યાજદરને બોન્ડ યીલ્ડની તુલનામાં ૦.૨૫થી એક ટકા સુધી વધારે રહે તે જરૂરી છે.સમિતિએ આ યોજનાઓના વ્યાજદરમા દર બે વર્ષે ફેરફાર કરવા માટે કહ્યુ હતુ. પરંતુ સરકારે બે વર્ષ પહેલા જ તેમાં ત્રિમાસિક ગાળામાં ફેરફાર કરવાનો નિર્ણય કરી લીધો હતો. વ્યાજદરમાં વધારો કરવાની બાબત ઉપયોગી સાબિત થઇ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ગોપીનાથ સમિતિની ભલામણો ઉપર સંપૂર્ણરીતે કામ થઇ રહ્યું નથી. ડિસેમ્બર ૨૦૧૭ ત્રિમાસિક ગાળામાં નાની બચત સ્કીમના દરોમાં ૦.૨૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે એ ત્રિમાસિક ગાળામાં ૧૦ વર્ષના સરકારી બોન્ડ યીલ્ડના સરેરાશ આનાથી અગાઉની ત્રિમાસિક અવધિમાં ૦.૪૫ ટકાનો વધારો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં પીપીએફ રેટ ૭.૮ ટકા હતા જ્યારે ૧૦ વર્ષની બોન્ડ યીલ્ડમાં એવરેજ છેલ્લા છ મહિનામાં ૬.૫૨ ટકા રહ્યો હતો. જાણકાર નિષ્ણાતોનું કહેવું છે કે, સરકારી બોન્ડ યીલ્ડમાં વધુ વધારો થઇ શકે છે. ડીબીએસ બેંકના નિષ્ણાત લોકોનું કહેવું છે કે, નવા નાણાંકીય વર્ષમાં બોન્ડ યીલ્ડમાં વધારો થઇ શકે છે. ત્યાં સુધી સરકારની ઉધારી યોજના સ્પષ્ટ થઇ જશે. ફિસ્કલ કોસ્ટની પણ યીલ્ડ પર અસર થઇ શકે છે. છેલ્લા એક મહિનામાં અનેક બેંકોએ ડિપોઝિટ રેટમાં વધારો કર્યો છે.

Related posts

બેંક ખાતા અને મોબાઈલ પછી હવે ઘરને પણ કરાવવું પડશે આધાર લીંક

aapnugujarat

એરપોર્ટ પર હવે નિયમ તોડશો તો ૨૫ ગણા સુધી દંડ ચૂકવવો પડશે

aapnugujarat

12 अगस्त तक नियमित रेल गाड़ियां नहीं चलेंगी

editor

Leave a Comment

UA-96247877-1