Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકમાં કોઇ પાર્ટીને સ્પષ્ટ બહુમતિ નહી : પોલ

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આડે હવે વધારે દિવસો રહ્યા નથી ત્યારે ચૂટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે કર્ણાટકમાં ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઇને પણ બહુમતી મળનાર નથી. કર્ણાટકમાં ત્રિશકુ ચિત્ર ઉપસી શકે છે. આ સર્વેના તારણથી ભાજપ અને કોંગ્રેસની ચિંતા વધી ગઇ છે અને વધારે મહેનત કરવાની જરૂરિયાત દેખાઇ રહી છે. આ વખતે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં રહેશે. કારણ કે આ પાર્ટીને પણ ૪૦ સીટો મળવાની આગાહી કરવામાં આવી છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર રહેનાર છે. બન્ને પાર્ટી બિલકુલ નજીક દેખાઇ રહી છે. ટાઇમ્સ નાઉ-વીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે ૨૨૪ સભ્યોની વિધાનસભામાં આ સમય સત્તા કબજે કરવાની સ્થિતીમાં કોઇ પાર્ટી નથી. કારણ કે કોંગ્રેસને ૯૧ સીટ મળવાની વાત કરવામાં આવી છે. આવી જ રીતે ભાજપને ૮૯ સીટ મળી શકે છે. ખાસ બાબત એ છે કે જેડીએસને ૪૦ સીટો મળી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે જો આજે ચૂંટણી યોજાય તો મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને યેદીયુરપ્પા બન્નેમાંથી કોઇ સરકાર બનાવવાની સ્થિતીમાં રહેશે નહી. કર્ણાટકમાં કોઇ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે ૧૧૨ સીટની જરૂર હોય છે. મધ્ય કર્ણાટકમાં ભાજપને મોટી સફળતા મળી શકે છે. તેના ખાતામાં અહીંથી ૩૫ પૈકી ૨૨ સીટ આવી શકે છે. જ્યારે વર્ષ ૨૦૧૩માંની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને માત્ર ચાર સીટ મળી હતી. જ્યારે છેલ્લી ચૂંટણીમાં ૧૯ સીટ જીતનાર કોંગ્રેસને આ વખતે ૧૦ સીટ સાથે સંતોષ માનવાની ફરજ પડી શકે છે. જેડીએસને અહીં ત્રણ સીટ મળી શકે છે.દરિયા કાઠાના કર્ણાટકમાં પણ ભાજપને ફાયદો થઇ શકે છે. અહીં પાર્ટીને ૨૧ પૈકી આઠ સીટ મળી શકે છે. ગ્રેટર બેંગલોર ક્ષેત્ર મુખ્યપ્રધાન સિદ્ધારમેયાની સાથે હોવાના સંકેત મળી રહ્યા છે. અહીં કોંગ્રેસને ૧૭ અને ભાજપને ૧૩ સીટ મળી શકે છે. સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે વર્ષ ૨૦૧૮ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને વર્ષ ૨૦૧૩ની તુલનામાં ઓછી સીટ મળી શકે છે. સાથે સાથે તેની મત હિસ્સેદારી પણ છેલ્લી ચૂંટણીની સરખામણીમાં ઘટી શકે છે. વર્ષ ૨૦૧૩ની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ૧૨૨ સીટ મળી હતી. જ્યારે ભાજપને ૪૦ સીટ મળી હતી. જેડીએસને ૨૨ સીટ મળી હતી. મત હિસ્સેદારીની વાત કરવામાં આવે તો આ વખતે કોંગ્રેસની મત હિસ્સેદારી ૩૮.૬૦ ટકા રહી શકે છે. આવી જ રીતે ભાજપની મત હિસ્સેદારી ૩૫.૦૩ ટકા રહી શકે છે. જેડીએસ અને બસપની મત હિસ્સેદારી ૨૧.૩૩ ટકા રહી શકે છે. ઓલ્ડર મૈસુર ક્ષેત્રમાં જેડીએસનુ પ્રભુત્વ રહેલુ છે. અહીં તે આ વખતે પણ ક્લીન સ્વીપ કરી શકે છે. અહી ભાજપની સ્થિતી નબળી છે. આ ક્ષેત્રની ૫૫ સીટ પૈકી પાર્ટીને ૨૫ સીટ મળી શકે છે. કોંગ્રેસને ૨૦ સીટ મળી શકે છે. ભાજપને આઠ સીટ સાથે સંતોષ માનવાની ફરજ પડી શકે છે.

Related posts

उत्तर भारत में शीत लहर

aapnugujarat

એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ચોક્કસ કોઈના દબાણમાં છે : અશોક ગહેલોત

editor

बीजेपी विधायक प्रणव सिंह चैंपियन के ३ हथियारों का लाइसेंस रद्द

aapnugujarat

Leave a Comment

UA-96247877-1