Aapnu Gujarat
રાષ્ટ્રીય

આધાર કાર્ડની માફક હવે રેશન કાર્ડ, આખા દેશમાં થઈ શકશે ઉપયોગ

કેન્દ્ર સરકાર આમ આદમી માટે અનેક નવી નવી વ્યવસ્થાઓ લાવી રહી છે. સાથો સાથ જુની વ્યવસ્થાઓને બદલવાનું કામ પણ કરવામાં આવી રહ્યું છે. આ દિશામાં મોદી સરકારે વધુ એક મોટું પગલું ભર્યું છે.મોદી સરકાર હવે એક એવી વ્યવસ્થા લાવવા જઈ રહી છે કે, તમે દેશભરમાં માત્ર એક જ રેશન કાર્ડ ઉપયોગ કરી શકશો. જેનાથી નકલી રેશન કાર્ડ બનાવનારાઓ પર પણ લગામ કસી સકાશે.આધાર કાર્ડની માફક જ દરેક રેશન કાર્ડને એક વિશિષ્ટ (યૂનિક) ઓળખ નંબર આપવામાં આવશે. આનાથી બનાવટી રેશન કાર્ડ બનાવવા ખુબ જ મુશ્કેલ બનશે. સાથો સાથ સરકાર એવી પણ વ્યવસ્થા તૈયાર કરશે, જેમાં એક ઓનલાઈન એકીકૃત (ઈંટેગ્રેટેડ) સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિસ્ટમમાં રેશન કાર્ડનો ડેટા સ્ટોર થશે.આ સિસ્ટમ તૈયાર થઈ ગયા બાદ દેશના કોઈ પણ ખુણો બનાવટી રેશન કાર્ડ બનાવવાનો પ્રયસ કરતાની સાથે જ તેની જાણ થઈ જશે. તેવી જ રીતે કોઈ બીજુ રેશન કાર્ડ બનાવવા ધારશે તો તે પણ શક્ય નહીં બને.આ દિશામાં આગામી મહિને કામ હાથ ધરવામાં આવશે. આ ઓનલાઈન સિસ્ટમનો એક મોટો ફાયદો એ પણ રહેશે કે કોઈ પણ લાભાર્થી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ રેશનની દુકાન પરથી સબ્સિડી ભાવે અનાજ ખરીદી શકશે.આ વ્યવસ્થાનો સીધો લાભ પોતાના રાજ્યથી દૂર અન્ય રાજ્યમાં નોકરી ધંધા માટે પલાયન કરવા મજબુર બનનારા લોકોને થશે. આ નવી વ્યવસ્થાથી લોકોની અનેક પ્રકારની હાલાકી પણ દુર થશે. હાલની વ્યવસ્થા પ્રમાણે લાભાર્થી પોતાના ગામ કે તેની આસપાસની રેશનની દુકાન પરથી જ સબ્સિડી વાળુ અનાજ ખરીદી શકે છે.વર્તમાનમાં રાજસ્થાન, હરિયાણા, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા જ દેશના એવા ચાર રાજ્યો છે જ્યાં આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે.

Related posts

મહારાષ્ટ્ર સરકારે ખેડુતો માટે ૧૦ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું

editor

બંગાળમાં ટીએમસી નેતાની હત્યા

editor

देश के एक-एक इंच जमीन से घुसपैठियों को बाहर करेंगे : गृहमंत्री

aapnugujarat

Leave a Comment

UA-96247877-1