Aapnu Gujarat
રાષ્ટ્રીય

શિમલામાં ધો-૧૦ની સ્ટુડન્ટ પર ગેંગરેપ, આરોપીની હત્યા, રાજ્યમાં ઠેરઠેર હિંસા

૪ જૂલાઇના રોજ શિમલાની ધો-૧૦ની વિદ્યાર્થીની પર ગેંગરેપ કરીને તેની હત્યા કરનારા ૬ આરોપીઓમાંનો એક કોટખાઇ પોલીસ-સ્ટેશનમાં મૃત્યુ પામ્યો. મંગળવારે રાતે ઝઘડો થયા બાદ કેસના મુખ્ય આરોપી રાજેન્દર સિંહ ઉર્ફે રાજુ દ્વારા તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના બન્યા પછી રાજ્યભરમાં હિંસા ફાટી નીકળી છે. ક્રોધે ભરાયેલા લોકોએ પોલીસ-સ્ટેશન સળગાવી દીધું છે અને સુરક્ષા કર્મચારી પર પથ્થરમારો કર્યો છે. હિમાલયન રાજ્યમાં લોકો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, પોલીસ સાથે લડાઇ કરી રહ્યા છે અને તેમણે રસ્તાઓ પણ બ્લોક કર્યા છે. લોકો પોલીસ તપાસને તદ્દન નબળી અને ખરાબ જણાવીને આ મામલાની ઊંડાણપૂર્વકની તપાસની માંગ કરી રહ્યા છે.૨૯ વર્ષીય મૃતકનું નામ સૂરજ સિંહ છે, જે નેપાળનો નાગરિક છે. સૂરજ રાજેન્દર અને લોકજન ઉર્ફ છોટુ સાથે જેલની એક જ કોટડીમાં હતો.મૃતકના ડેડબોડીને શિમલાની સ્થાનિક હોસ્પિટલમાં રાથવામાં આવ્યું છે. ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (સાઉથ) ઝહુર ઝૈદી કોટખાઇ પોલીસ-સ્ટેશન જવા રવાના થયા છે.ઝૈદીએ જણાવ્યું, પ્રાથમિક રિપોટ્‌ર્સ દર્શાવે છે કે રાજુએ સૂરજ પર હુમલો કર્યો હતો. તેણે સૂરજના સેક્સ્યુઅલ અંગો પર પ્રહાર કર્યો અને જમીન પર ધક્કો માર્યો. જેલનો ગાર્ડ ત્યાં પહોંચે તે પહેલા તો સૂરજ મરી ગયો હતો. આ સ્પષ્ટ રીતે કસ્ટોડિયલ મૃત્યુનો કેસ છે, જેની તપાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવશે.પોલીસ પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને શિમલાની હોસ્પિટલમાં લાવે તેવી શક્યતાઓ છે.આ હત્યા લગભગ મધ્યરાત્રિએ થઇ હતી જ્યારે ગાર્ડને લોકઅપની અંદરથી અવાજો સંભળાઇ રહ્યા હતા. તે તાત્કાલિક લોકઅપની અંદર દોડ્યો હતો પરંતુ સૂરજને બચાવી શક્યો ન હતો.ગેંગરેપ કેસના તમામ ૬ આરોપીઓને અલગ-અલગ સેલમાં કાવામાં આવ્યા હતા. આશિષ ચૌહાણ ઉર્ફે આશુ (૨૯), સુભાષ સિંહ બિશ્ત (૪૨) અને દીપક ઉર્ફ દીપુ બીજા સેલમાં હતા.રાજ્ય સરકારે કોટખાઇ પોલીસ-સ્ટેશનના તમામ પોલીસવાળાઓના તાત્કાલિક શિફ્ટિંગના આદેશ આપ્યા છે.કાયદો અને વ્યવસ્થા જાળવવા વધારાનું પોલીસદળ તે વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. દરમિયાન સ્કૂલની બાળકી પર ગેંગરેપ અને હત્યાને લઇને શિમલામાં વિરોધ ચાલુ છે.કોટખાઇના ગામ હલાઇલામાં ૧૫ વર્ષની ગુડિયા સાથે ૪ જુલાઇના રોજ ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી દેવામાં આવી હતી. ગુડિયા સાથે થયેલા અમાનવીય કૃત્ય અને હત્યાને લઇને પોલીસની તપાસથી અસંતુષ્ટ લોકોએ ઠિયોગમાં પાંચ કલાક સુધી નેશનલ હાઇવે-૫ રોકી રાખ્યો હતો. પંચાયતોથી આવેલા પ્રતિનિધિઓ, ગુડિયાના પરિવારજનો અને મોટી સંખ્યામાં અન્ય લોકો હાજર રહ્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ ઠિયોગ કોટખાઇમાં સવારે ૧૧ વાગ્યે માર્ચ કાઢી હતી.

Related posts

ઉત્તર પ્રદેશમાં રાષ્ટ્રગીત ન વગાડનાર મદરેસા સામે કાર્યવાહી થઇ શકે :રિપોર્ટ

aapnugujarat

નાગરિક તુગલક રોડ ચૂંટણી કાંડની ચર્ચાઓ કરી રહ્યા છેઃ આસામમાં મોદીના કોંગ્રેસ પર તીવ્ર પ્રહારો

aapnugujarat

लद्दाख में रक्षा मंत्री बोले – भारत की एक इंच ज़मीन भी कोई नहीं ले सकता

editor

Leave a Comment

UA-96247877-1