Aapnu Gujarat
મનોરંજન

આસામની એક્ટ્રેસ અને સિંગર બિદિશાની આત્મહત્યા, ગુજરાતી પતિની ધરપકડ

આસામની ફિલ્મોની હિરોઇન અને સિંગર બિદિશા બેઝબરૂઆએ અહીંયા સોમવારે સાંજે શંકાસ્પદ અવસ્થામાં આત્મહત્યા કરી લીધી. જોકે, પોલીસને સ્થળ પરથી કોઇ સુસાઇડ નોટ મળી નથી. બિદિશા જાણીતી ટીવી પર્સનાલિટી હતી અને અનેક સ્ટેજ શૉ પણ હોસ્ટ કરી ચૂકી હતી, તે તાજેતરમાં જ પતિ સાથે ગુડગાંવ શિફ્ટ થઇ હતી, તેના એક વર્ષ પહેલા લગ્ન થયા હતા. ગુડગાંવ પોલીસ દ્વારા આ મામલે તેના પતિ નિશીતની ધરપકડ કરી છે. બિદિશાએ તાજેતરમાં રિલિઝ થયેલી ‘જગ્ગા જાસૂસ’ ફિલ્મમાં કામ કર્યું હતું. બિદિશાએ ગુજરાતી નશિત ઝા સાથે લગ્ન કર્યા હતા. બન્ને ગત વર્ષના એપ્રિલ માસમાં લગ્ન બંધનમાં બંધાયા હતા. બિદિશાએ આસામી શોમાં રૂનીનો રોલ કર્યો હતો. બિદિશાએ એક વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા, તે પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેરને લઈ પરેશાન હતી. પોલીસ ફરિયાદ મુજબ, બિદિશાએ પતિને કારણે આત્મહત્યા કરી છે. આ ફરિયાદ બિદિશાના પેરેન્ટ્‌સે કરી છે. બદિશાની માનું કહેવું છે કે, તેનો પતિ મુંબઈમાં જ રહે છે. તેણે જણાવ્યું કે,’ખૂબ જ પરેશાન હતી, અને કહી રહી હતી કે, પતિ સાથે ડિવોર્સ લેવા છે. ત્યાર બાદ અમે તેને સમજાવી તે આ અંગે શાંતિથી વિચારે અને પોતાના લગ્નને વધુ એક તક આપે. આ વાત સાંભળ્યા બાદ તેણે ગુસ્સામાં ફોન મુકી દીધો.’ત્યાર બાદ બિદિશાની માએ તેના પતિને ફોન કરીને કહ્યું હતું કે, તે અહીં જ આવીને બિદિશા સાથે રહે. ત્યાર બાદ બિદિશાનો ફોન સ્વીચ્ડ ઓફ આવી રહ્યો હતો. અમને લાગ્યું કે, તે પરેશાન છે એટલા માટે ફોન ઓફ કરી દીધો છે. પરંતુ વિચાર્યું નહોતું કે આત્મહત્યા કરી લેશે. ઉલ્લેખનીય છે કે, તે સોશિયલ મીડિયા પર પણ ખાસ એક્ટિવ નહોતી. ટિ્‌વટર પર તેના બે-પાંચ ટિ્‌વટ્‌સ જ જોવા મળે છે.ડીસીપી (ઇસ્ટ) દીપક સહારને જણાવ્યું, ’બેઝબરૂઆની બોડી અહીંયા સુશાંત લોક એરિયામાં તેના ઘરમાં પંખા પર લટકતી મળી. આ ઘર તેમણે તાજેતરમાં જ ભાડા પર લીધું હતું. એક્ટ્રેસના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમની દીકરી ફોન નથી ઉઠાવી રહી. પોલીસે બિદિશાના પતિ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવાનો મામલો નોંધ્યો છે.’

Related posts

સોફિયા વરગારા હવે ફિલ્મ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે

aapnugujarat

મોટા ભાગના એવોર્ડ સમારોહ ગેટ ટુ ગેધર જેવા : વિદ્યા બાલન

aapnugujarat

પહેલીવાર બ્રાન્ડ એમ્બેસેડર બની સારા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1