Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રામનાથ કોવિંદ દેશનાં ૧૪માં રાષ્ટ્રપતિ બન્યાં

રાષ્ટ્રપતિ માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ આવી ગયું છે જેમાં એનડીએનાં ઉમેદવાર રામનાથ કોવિંદની યુપીએનાં ઉમેદવાર મીરાકુમાર સામે જીત થઈ છે. રામનાથ કોવિંદને ૬૫.૬૫ ટકા મત મળ્યાં છે જ્યારે મીરાકુમારને ૩૫.૪૫ ટકા જ મળઅયા હતાં. રામનાથ કોવિંદને એનડીએ સિવાય ઘણી પાર્ટીઓએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું જેના કારણે તેમને આટલો જ્વલંત વિજય હાંસલ થયો છે. રામનાથ કોવિંદને એનડીએ ઉપરાંત યુવાજના શ્રમિક રીથુ કોંગ્રેસ પાર્ટી, બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્રસમિતિ અને ઈન્ડિયન નેશનલ લોકદળ સિવાય જનતાદળ(યુ)નું પૂર્ણ સમર્થન હાંસલ હતું તો બીજીબાજુ યુપીએના મીરાકુમારને કોંગ્રેસ, આરજેડી, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ, કોમ્યુનિસ્ટ પાર્ટી, ડીએમકે, જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને અન્ય પક્ષોએ ટેકો જાહેર કર્યો હતો.

 

Related posts

હિઝબુલના ગઢ બારામુલ્લાથી ત્રાસવાદીઓનો સફાયો

aapnugujarat

આયુષ્યમાન ભારતનો લાભ લેવા માટે આધારની જરૂર નથી : સરકાર

aapnugujarat

દિલ્હીમાં 12 વર્ષની છોકરી પર ગેંગરેપ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1