Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આગામી દિવસોમાં ભારતમાં પણ ‘કામોવ’ હેલિકોપ્ટર બનાવાશે

ભારત અને રશિયા વચ્ચે થયેલા એક અબજ ડોલર (લગભગ ૬૪૩૩ કરોડ રૂપિયા)ના કરાર હેઠળ આગામી દિવસોમાં ભારતમાં પણ કામોવ હેલિકોપ્ટર બનાવવામાં આવશે. આ સોદા મુજબ રશિયા ભારતને આવાં ૨૦૦ હેલિકોપ્ટર આપશે.
રશિયાના આંતરરાષ્ટ્રીય સહયોગ અને ક્ષેત્રિય નીતિ વિભાગ, રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશનના પ્રમુખ વિકટર નિકોલાયવિચ કલાદોવે જણાવ્યું કે આ બાબતે ગત મે માસમાં સંયુકત રીતે સમજૂતી કરાર કરાયા હતા. રોસ્ટેક સ્ટેટ કોર્પોરેશન રશિયાની ૭૦૦ ઉચ્ચ ટેકનોલોજી ધરાવતું સૈન્ય અને અસૈન્ય કંપનીઓનું સંગઠન છે, તેની રચના ૨૦૦૭માં કરવામાં આવી હતી. મોસ્કો નજીકના જુકોવસ્કી શહેરમાં ગઈ કાલથી શરૂ થયેલા એર શો એમએકેએસ-૨૦૧૭ પહેલાં કલાદોવે આ માહિતી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે અમને એ જાણી આનંદ થયો કે આખરે અમારી આ યોજના ભારતમાં શરૂ થઈ જશે. ગત વર્ષના ઓકટોબરમાં ભારત અને રશિયા દ્વારા હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (એચએએલ) અને રશિયાની બે મુખ્ય સંરક્ષણ કંપની વચ્ચે આ અંગે સમજૂતી કરવામાં આવી હતી, જેમાં ભારતે તેના જૂનાં થઈ ગયેલાં ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરના બદલે કામોવ ખરીદવા કરાર કર્યા હતા.

Related posts

CAA ने नागरिकता देने के गांधी के वादे को पूरा किया है – आरिफ मो. खान

aapnugujarat

सोल शांति पुरस्कार में मिली राशि पर टैक्स वसूला जाएगा

aapnugujarat

Centre’s ‘one-nation-one-ration-card’ scheme that would have adverse impact on PDS : MNM

aapnugujarat

Leave a Comment

UA-96247877-1