Aapnu Gujarat
ગુજરાત

વલસાડમાં સારવાર ન મળતા કોરોના દર્દીનું મોત

વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કેસ તેજ ગતિએ વધી રહ્યા છે. જેના પગલે હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. વલસાડની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં પણ દર્દીઓને પૂરતી જગ્યા નથી મળી રહી. અહીં સમયસર સારવાર ન મળતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી છે. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે વલસાડની ખાનગી હૉસ્પિટલમાં દાખલ એક દર્દીની હાલત ગંભીર થતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલ લઈનું કહેવામાં આવ્યું હતં. વલસાડની ખાનગી હૉસ્પિટલમાંથી દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હૉસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, સિવિલ હૉસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધુ હોવાથી દર્દીને લાંબાં સમય સુધી હૉસ્પિટલ બહાર ૧૦૮ એમ્બ્યુલન્સમાં જ રાખવાની ફરજ પડી હતી. આ કારણે સમયસર સારવાર ન મળતા દર્દીનું એમ્બ્યુલન્સમાં જે મોત થયું હતું. દર્દીના મોત બાદ પરિવારજનો રોષે ભરાયા હતા. એમ્બ્યુલન્સમાંથી દર્દીનાં મૃતદેહને બહાર કાઢીને પરિવારજનોએ હૉસ્પિટલ સ્ટાફ પર રોષ વ્યક્ત કર્યો હતો. પરિવારજનોએ હૉસ્પિટલ બહાર જ દર્દીનાં મોતથી હૈયાફાટ આક્રંદ કર્યું હતું. સમગ્ર સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં ગમગીનીનો માહોલ છવાયો હતો. આખરે પરિવારજનો મૃતદેહને સ્ટ્રેચરમાં નાખીને રવાના થયા હતા. જોકે, સ્ટ્રેચર હૉસ્પિટલના એક દરવાજા પર ફસાઈ જતા દર્દીના સ્વજનોએ મૃતદેહને ઉપાડીને ઘરે જવા નીકળ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પહોંચ્યો હતો. જે બાદમાં દર્દીના પરિવારજનોએ મૃતદેહને રોડ પર જ મૂકી દીધો હતો. આખરે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો અને મૃતદેહને ફરી પાછો સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. મહત્તવપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી વલસાડ જિલ્લામાં પણ કોરોનાના કારણે પરિસ્થિતિ વણસી રહી છે. હૉસ્પિટલોમાં દર્દીઓને જગ્યા નથી મળી રહતી. વલસાડની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ પર સૌથી વધુ ભારણ વધતા ગંભીર દર્દીઓને સિવિલ હોસ્પિટલ પર લાવવામાં આવે છે. પરંતુ દર્દીઓને છેલ્લી ઘડીએ સમયસર સારવાર નહીં મળતા અનેક દર્દીઓનાં મોત થયા હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. નર્સને માર મારવાનો પ્રયાસઃ બીજા એક બનાવમાં વલસાડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે એક દર્દીના પરિવારજનોએ પોતાના સ્વજનનું મોત થતાં હૉસ્પિટલની મહિલા નર્સને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા નર્સને મારવાનો પ્રયાસ થતાં જ અન્ય સ્ટાફમાં રોષ વ્યાપી ગયો હતો.

Related posts

बिग बी पर लगा कविता चोरी करने का आरोप

editor

ભાવનગર જિલ્લા કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળતાં શ્રી યોગેશ નીરગુડે

editor

અમદાવાદની યુવતીને સોશિયલ મિડીયાની મિત્રતા ભારે પડી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1