Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ પંપ બંધ કરવા વિચારી રહી છે મહારાષ્ટ્ર સરકાર

રાજયમાં કોરોનાનો ફેલાવો રોકવા સરકારે ૧૫ દિવસ સંચારબંધી જાહેર કરી છે, પરંતુ લોકોની અવરજવર યથાવત્‌ હોવાથી વધારે કડક પ્રતિબંધો લાદવા અંગે સરકાર વિચાર કરી રહી છે. રાહત અને પુનવર્સન પ્રધાન વિજય વડ્ડેટીવારે જણાવ્યું હતું કે સરકાર પેટ્રોલ પંપ સામાન્ય નાગરિકો માટે બંધ કરવા અંગે વિચાર કરી રહી છે. માત્ર અતિઆવશ્યક સેવાઓ માટે વાહનોનો ઉપયોગ કરતા લોકોને તહેસિલદારના પત્ર બાદ જ ઈંધણ મળશે, તેમ તેમણે જણાવ્યું હતું. મુંબઈ, પુણે સહિત માર્કેટમાં ખૂબ જ ભીડ જોવા મળે છે અને લોકો વસ્તુઓ ખરીદી માટે અનાવશ્યક દોડધામ કરી રહ્યા છે. તેમની અવર-જવર અટકાવવા સરકારે કડક થવું પડશે. આ સાથે તેમણે સામાન્ય નાગરિકો માટે લોકલમાં પ્રવેશ બંધી સખતપણે બંધ કરવા અંગે પણ વ્યવસ્થા કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. આવશ્યક સેવાઓ સિવાયના લોકો પણ આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, આથી પ્રવેશબંધી કડક રીતે અમલમાં મૂકવામાં આવે, તે અંગે નિર્ણય લેવામાં આવે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે કરિયાણું અને શાકભાજી જીવનાવશ્યક વસ્તુઓ હોવાથી તેનું વેચાણ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ સૌથી વધારે ભીડ માર્કેટમા જોવા મળે છે આથી આનો કોઈ પર્યાય વિચારવામાં આવી રહ્યો છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં SPOના પગાર બે ગણા કરી દેવાયા

aapnugujarat

गृहमंत्री शाह 26 दिसंबर को करेंगे असम का दौरा

editor

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો યથાવત્‌

aapnugujarat

Leave a Comment

UA-96247877-1