Aapnu Gujarat
રમતગમત

વિરાટ કોહલી ગત દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર , સચિન અને કપિલ દેવને પણ મળ્યું મોટું સન્માન

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને વિજડન અલમેનાકે ૨૦૧૦ વાળા દશકનો સર્વેશ્રેષ્ટ ક્રિકેટર નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સતત બીજા વર્ષે સર્વશ્રેષ્ટ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ૩૨ વર્ષના કોહલીને ઓગસ્ટ ૨૦૦૮માં શ્રીલંકા સામેની મેચમાં ડેબ્યું કર્યું હતું. અત્યાર સુધીના સર્વશ્રેષ્ટ બેસ્ટમેનમાં વિરાટ કોહલીએ ૨૫૪ વન-ડેમાં ૧૨ હજાર ૧૬૯ રન બનાવ્યા છે. વિજડન અલમેનાકે કહ્યું કે, આંતરાષ્ટ્રીય ક્રિકેટની ૫૦મી વર્ષગાંઠ પર દરેક દશકના સર્વશ્રેષ્ટ પાંચ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે.વિજડન અલમેનાકે તેમની વેબસાઇટ પર કહ્યું કે ૧૯૭૧ થી ૨૦૨૧ વચ્ચેના દરેક દશકના સર્વેશ્રેષ્ટ ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે કોહલી ૨૦૧૦ વાળા દશક માટે પસંદગી કરવામાં આવી છે. વિશ્વકપ ૨૦૧૧ની વિજેતા ભારતીય ટીમનો ભાગ રહેલા વિરાટ કોહલીએ દસ વર્ષમાં ૧૧ હજાર કરતા પણ વધુ રન બનાવ્યા છે જેમાં ૪૨ સદીનો પણ સમાવેશ થાય છે.મહાન ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર અને કપિલ દેવને પણ મોટું સન્માન મળ્યું છે. સચિનને ૯૦ ના દાયકાનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. ૧૯૯૮માં તેણે નવ વનડે સદી ફટકારી હતી. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવને ૮૦ના દાયકાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર તરીકે ચૂંટવામાં આવ્યા હતા. કપિલની અધ્યક્ષતા હેઠળ ભારતે ૧૯૮૩નો વર્લ્ડ કપ જીત્યો. તે દાયકામાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી અને સૌથી વધુ સ્ટ્રાઇક રેટથી એક હજારથી વધુ રન બનાવ્યા હતા.સ્ટોક્સને સતત બીજા વર્ષે વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો. તેણે ગયા વર્ષે ૫૮ મેચમાં ૬૪૧ ટેસ્ટ રન બનાવ્યા હતા જ્યારે ૧૯ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાના બેથ મૂનીને શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર અને વેસ્ટ ઇન્ડીઝના કિયરન પોલાર્ડને શ્રેષ્ઠ ટી-૨૦ ક્રિકેટર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

Related posts

वेस्टइंडीज टीम में बल्लेबाजी कोच की भूमिका निभाएंगे मोंटी देसाई

aapnugujarat

कप्तान इयोन मोर्गन को हमेशा से मुझ पर भरोसा था : आदिल राशिद

aapnugujarat

न्यूजीलैंड को हराकर भारत ने रचा इतिहास

aapnugujarat

Leave a Comment

UA-96247877-1