Aapnu Gujarat
રમતગમત

આમિરે કોહલીને ગણાવ્યો દુનિયાનો બેસ્ટ બેટસમેન

પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિરે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને દુનિયાનો સૌથી બેસ્ટ બેટસમેન ગણાવ્યો છે.
પાકિસ્તાનના ઝડપી બોલર મોહમ્મદ આમિર ટિ્‌વટર પર પોતાના પ્રશંસકોની સાથે ચેટ કરી રહ્યો હતો ત્યારે એક યૂઝરે આમિરને પૂછયું કે, તેની નજરમાં દુનિયાનો સૌથી સારો બેટસમેન કોણ છે? આમિરે એક શબ્દમાં જવાબ આપ્યો કે, વિરાટ કોહલી. જો કે,આ જવાબ બાદ ભારતીય કોમેન્ટ બોક્સમાં તેની પ્રશંસા થવા લાગી હતી.
એક યૂઝરે પૂછયું કે, ભારતીય બેટસમેન રોહિત શર્મા તને સાધારણ બોલર બતાવે છે ત્યારે તેની સામે બોલિંગ કરતા તને કેવું લાગે છે? જેના જવાબમાં આમિરે કહ્યું કે, જેમ બાકી બેટસમેનોને કરીને લાગે છે. આ તકે આમિરે હિન્દી ફિલ્મ ”હાફ ગર્લફ્રેન્ડ”’નું ગીત ”મેં ફિર ભી તુમ કો ચાહુંગા” ને પોતાની પસંદગીનું ગીત ગણાવ્યું હતું.
ટિ્‌વટર ચેટ પર આમિરે પોતાની રમત અને અંગત જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ પણ આપ્યા હતા. આમિરે પૂર્વ પાકિસ્તાની ઝડપી બોલર વસીમ અક્રમને પોતાનો ઓલ ટાઇમ ફેવરેટ આઇકોન ગણાવ્યો હતો. આમિરે એશિયા કપ ૨૦૧૬માં ભારત સામેનો પોતાની બોલિંગનો સૌથી સારો સ્પેલ ગણાવ્યો હતો. એક યૂઝરે આમિરને પૂછયું કે, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેની સૌથી ખાસ ક્ષણ શું હતી ત્યારે આમિરે કહ્યું કે, પાકિસ્તાન માટે રમવું.ઉલ્લેખનીય છેકે, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમિરે રોહિત શર્મા, શિખર ધવન અને વિરાટ કોહલીની વિકેટ લીધી હતી.

Related posts

कोहली को एक शब्द में बयां करना मुश्किल

aapnugujarat

બોલ ટેમ્પરિંગ : ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન પણ આઘાતમાં

aapnugujarat

Domestic Violence case: Mohammed Shami gets relief from Session Court

aapnugujarat

Leave a Comment

UA-96247877-1