Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કર્ણાટકે પોતાના અલગ ઝંડા માટે કરી માંગ, કોંગ્રેસ સરકારે બનાવી કમિટી

કર્ણાટકમાં કોંગ્રેસની આગેવાની વાળી રાજ્ય સરકારે પ્રદેશ માટે અલગ ઝંડાની માંગ કરવા માટે એક ૯ સભ્યોની સમિતિની રચના કરી છે. આ પહેલા ૨૦૧૨માં પણ પ્રદેશમાં આ પ્રકારની માંગ ઊઠી હતી, પરંતુ તત્કાલીન ભાજપ સરકારે આ વાતનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ પગલું દેશની એકતા અને અખંડતાની વિરુદ્ધ છે.
હવે કર્ણાટકમાં ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી થવાની છે અને કોંગ્રેસનો પ્રયત્ન છે કે ધ્વજના બહાને કન્નડ અસ્મિતાને હવા આપવામાં આવે. જો મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પોતાની માંગ મનાવવામાં સફળત રહેશે તો કર્ણાટક સત્તાવાર રીતે પોતાનો અલગ ધ્વજ રાખનાર દેશનું બીજું રાજ્ય બની જશે.
અત્યાર સુધી માત્ર જમ્મુ કાશ્મીરને જ આ દરજ્જોે મેળવ્યો છે અને એમની પાસે પોતાનો ધ્વજ છે.કર્ણાટક વિધાનસભામાં ૨૦૧૨માં આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું તો એ સમયના સંસ્કૃતિ મંત્રી ગોવિંદ એમ કરજોલએ ફ્લેગ કોડનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ફ્લેગ કોડ કોઇ પણ રાજ્યમાં અલગ ધ્વજની પરવાનગી આપતું નથી.
આપણો રાષ્ટ્રીય ધ્વજ દેશની એકતા, અખંડતા અને સંપ્રભુતાનું પ્રતીક છે. જો રાજ્યનો અલગ ઝંડો થશે તો એ આપણા ધ્વજનું મહત્વ પણ ઓછું કરશે. ફ્લેગ કોડ ઓફ ઇન્ડિયા ૨૦૦૨વને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. કોડના ભાગ એકમાં રાષ્ટ્રીય ધ્વજનું સામાન્ય વિવરણ છે, બીજો ભાગ સાર્વજનિક, ખાનગી સંગઠનો, શૈક્ષણિક સંસ્થાઓના સભ્યો દ્વારા રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શનને સમર્પિત છે જ્યારે ત્રીજા ભાગમાં કેન્દ્રીય અને રાજ્ય સરકારો અને એમના સંગઠનો અને એજન્સીઓ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ પ્રદર્શિત કરવાના નિયમ અનુશાસન છે.

Related posts

રાફેલ ડિલ : સરકારે સુપ્રીમમાં દસ્તાવેજ રજૂ કર્યા

aapnugujarat

कांग्रेस और जेडीएस के बीच कोई विचारों को मतभेद नहीं : देवगौड़ा

aapnugujarat

પુલવામા જિલ્લાનાં સંબુરા ગામમાં જૈશનો ટોપ કમાન્ડર મોતને ઘાટ ઉતારી દેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1