Aapnu Gujarat
ગુજરાત

કોરોના સંક્રમણ વધતાં રંગો અને પિચકારીના ધંધામાં મંદીના ભણકારા

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાએ ફરીથી ઉથલો મારતા સરકાર દ્વારા નાઈટ કરફ્યુ સહિતના પ્રતિબંધો મૂકવાની ફરજ પડી છે. રાત્રે ૯થી સવારે ૬ વાગ્યે સુધી કરફ્યુ હોવાને કારણે ધંધા પર પણ અસર પડી રહી છે. આગામી દિવસોમાં હોળી ધૂળેટીના તહેવારો આવી રહ્યા છે ત્યારે કોરોનાના કહેર વચ્ચે સતત બીજા વર્ષે હોળીના તહેવાનું ધોવાણ નીકળી જાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. રંગો અને પિચકારીના ધંધામા મંદીના ભણકારા વાગી રહ્યા છે અને ૩૦-૪૦ ટકા જેટલી ઘરાકી થાય તેવો વેપારીઓ અંદાજ લગાવી રહ્યા છે.
જણાવી દઈએ કે, દિવાળી પછી કોરોનાએ ફરીથી માથું ઉચક્યું હતું, જો કે, કોરોનાના નિયમોનું પાલન કરતા અને તંત્ર દ્વારા કડક પગલાં લેવાતા સંક્રમણ કાબૂમાં આવી ગયું હતું. કોરોનાની અસર ઓછી થયા બાદ વેપારીઓમાં હોળીના તહેવારથી સિઝનલ ધંધામાં તેજી આવવાની આશા હતી, પરંતુ રાજ્યમાં ચૂંટણી અને ક્રિકેટ સ્ટેડિયમાં મોટી સંખ્યામાં દર્શકોને પ્રવેશ મળતા કોરોનાએ ફરીથી ઉછાળો માર્યો, જેથી સરકારે ફરીથી કેટલાક પ્રતિબંધો લાગુ કરતા તેમના આશામાં પર પાણી ફરી વળ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પિચકારી સહિતના માલનો મોટો જથ્થાનો સ્ટોક કર્યો હતો પરંતુ ફરીથી કેસો વધતા વેચાણ નહિવત થવાની શક્યતા છે.
વેપારીઓએ જણાવ્યું કે, કોરોના નબળો પડ્યો હોવાથી તેમને ધંધો સારો હોવાની આશા હતી, પરંતુ હવે કોરોના સંક્રમણ વઘતાં મોટા પ્રમાણમાં સ્ટોક કરેલો માલ પડ્યો રહેવાને કારણે મોટું નુકસાન થવાની ભીતિ છે. શહેરના રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર, માણેકચોક સહિતના વિવિધ વિસ્તારોના હોલસેલના વેપારીઓનું કહેવું છે કે, પિચકારીઓની વેરાયટીમાં ભારે વિવિધતા હોય છે, જેમાં ૨૦થી ૫૦૦ રૂપિયા સુધીની હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાને કારણે વેપારીઓએ માલનો સ્ટોક પ્રમાણમાં ઓછો કર્યો છે. છતાંય માલ વેચાશે કે કેમ તે એક પ્રશ્ન છે.
માધુપુરા માર્કેટમાં રંગો અને ગુલાલના હોલસેલના વેપારીઓનું કહેવું છે કે, રંગોનું વેચાણ સામાન્ય રીતે પણ હવે ઓછું થતું જાય છે. એના પ્રમાણમાં હાઈજીન અને નેચરલ ગુલાલનું વેચાણ વધુ થાય છે. ઓવરઓલ કોરોનાએ ફરી માથું ઉચકતાં હોળીની ઉજવણીમાં વિઘ્ન ઉભું થાય તેવી સંભાવના છે, અને માત્ર ૩૦થી ૪૦ ટકા જેટલી જ ધરાકી ઘરાકી થાય તેવો અંદાજ છે.

Related posts

ટપ્પર ડેમ નર્મદાના પાણીથી ભરાશે : રૂપાણી

aapnugujarat

गोमतीपुर में महीने से चल रहा जुए का अड्डा बंद हो गया

aapnugujarat

રાફેલ ડિલ સંદર્ભે ચુકાદાથી મોદીની બેદાગ છાપ ઉજાગર : વિજય રૂપાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1