Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન ની સેના દુનિયામાં સૌથી શક્તિશાળી

સંરક્ષણને લગતા મુદ્દાઓ પર પ્રકાશ ફેંકતી વેબસાઈટ મિલટરી ડાયરેક્ટ દ્વારા આજે જાહેર કરાયેલા એક અભ્યાસના તારણઓ પ્રમાણે દુનિયામાં સૌથી શક્તિશાળી સેના ચીનની છે.જ્યારે ભારત ચોથા સ્થાને છે. આ અભ્યાસમાં કહેવાયુ છે કે, સેના પર ભારે ખર્ચ કરી રહેલુ અમેરિકા દુનિયામાં બીજા ક્રમે છે.જ્યારે રશિયા ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે.પાંચમા ક્રમે ફ્રાન્સ છે.જ્યારે બ્રિટન નવમા ક્રમે છે.
આ સર્વેક્ષણમાં સેના માટેનુ બજેટ, સૈનિકોની સંખ્યા, પરમાણુ હથિયારો તેમજ પરંપરાગત હથિયારો, સૈનિકોને અપાતો સરેરાશ પગાર જેવા મુદ્દાઓને સામેલ કરીને રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યુ છે.ચીનની સેનાને ૧૦૦માંથી ૮૨ પોઈન્ટ મળ્યા છે અને તેને દુનિયાની સૌથી શક્તિશાળી સેના જાહેર કરાઈ છે.અમેરિકા ૭૪ પોઈન્ટ સાથે બીજા, રશિયા ૬૯ પોઈન્ટ સાથે ત્રીજા અને ભારત ૬૧ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે.સ્ટડીમાં કહેવાયુ છે કે, બજેટ, સૈનિકો તેમજ વાયુસેના અને નૌસેનાની ક્ષમતાના આધારે કહી શકાય કે કોઈ યુધ્ધનો સિનારિયો વિચારવામાં આવે તો ચીન મોખરે હશે.
જાેકે સેના પાછળ સૌથી વધારે ૭૩૨ અબજ ડોલરનો ખર્ચ અમેરિકા કરે છે અને ચીન ૨૬૧ ડોલર સાથે બીજા ક્રમે છે.જ્યારે ભારતનો ખર્ચ ૭૧ અબજ ડોલર છે.જાે દરિયાઈ યુધ્ધ થાય તો ચીન, હવાઈ યુધ્ધ થાય તો અમેરિકા અને જમીની યુધ્ધ થાય તો રશિયાની સેના વિજેતા બની શકે છે.

Related posts

બ્રેક્ઝિટ પર મહાસંગ્રામ : બ્રિટિશ પીએમ થેરેસા મેની ખુરશી તો બચી ગઇ પણ આગળની રાહ વધુ મુશ્કેલ બનશે

aapnugujarat

Covid – 19 : वैश्विक आंकड़ा 70.97 लाख के पार

editor

More than 1 Millions of people in Hong Kong land on streets against extradition bills

aapnugujarat

Leave a Comment

UA-96247877-1