Aapnu Gujarat
મનોરંજન

સતત ફ્લોપ થઇ રહેલી ફિલ્મોથી કેટરીના હેરાન

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કેટરીના કેફ હાલના દિવસોમાં પોતાની ૧૪મી જુલાઇના દિવસે રજૂ થઇ રહેલી ફિલ્મ જગ્ગા જાસુસને લઇને ખુબ વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે રણબીર કપુરની ભૂમિકા છે. ફિલ્મનુનિર્દેશન અનુરાગ કશ્યપ દ્વારા કરવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં સંગીત પ્રીતમ દ્વારા આપવામાં આવ્યુ છે. ફિલ્મમાં કુલ ૨૦ ગીતો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. ભારે વિલંબ થયા બાદ આ ફિલ્મ આખરે રજૂ થવાની તૈયારીમાં છે. કેટરીના કેફે પોતાની ફિલ્મો કેમ ફ્લોપ સાબિત થઇ રહી છે તે અંગે હાલમાં માહિતી આપી હતી. કેટરીના કેફે કહ્યુ છે કે હાલમાં તેનુ ધ્યાન ફિલ્મથી અન્યત્ર કેન્દ્રિત થઇ ગયુ હતુ. તે કેટલાક વિવાદમાંથી પસાર થઇ હતી. તે આ ગાળામાં રજૂ થયેલી ફિલ્મો પર ધ્યાન આપી શકી ન હતી. હવે કેટરીના કેફનુ કહેવુ છે કે તે ફરી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. થોડાક સમય પહેલા કરેલી ભુલોને સુધારી રહી છે. જગ્ગા જાસુસમાં ખુબ મહેનત કરી હોવાનો દાવો કેફે કર્યો છે. આ ફિલ્મને કેવો પ્રતિસાદ મળે છે તે બાબત તો લોકો જ નક્કી કરશે. કેચરીના કેફની છેલ્લા કેટલીક ફિલ્મો બિલકુલ ફ્લોપ રહી છે. જેમાં ફિતુર, બાર બાર દેખોનો સમાવેશ થાય છે. તેની અને રણબીર કપુર વચ્ચે તમામ બાબતો યોગ્ય રીતે ચાલી રહી ન હતી. રણબીર કપુર સાથે મજબુત મિત્રતા અને ત્યારબાદ તેની સાથે સંબંધોમાં બ્રેક અપના કારણે કેટરીના સંપૂર્ણપણે ભાંગી પડી હતી. હવે ફરી ધીમે ધીમે નિરાશામાંથી બહાર નિકળી રહી છે. કેટરીના કેફ બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકીની એક તરીકે રહી છે. તે નંબર વનની દોડમાં સૌથી આગળ રહી છે. તે એકલા હાથે પણ ફિલ્મો હિટ કરવાની ક્ષમતા ધરાવે છે. ત્રણેય ખાન સાથે કામ કર્યા બાદ તે હવે વધારે અનુભવી સ્ટાર તરીકે ઉભરી છે.

Related posts

તબ્બુની બે ફિલ્મ નવા વર્ષે રજૂ કરવામાં આવનાર છે : રિપોર્ટ

aapnugujarat

સિદ્ધાર્થ વગર હવે હું કેવી રીતે જીવીશ : શહનાઝ

editor

इंटरनेट पर छा गया सुनील ग्रोवर संग शिल्पा शिंदे का हॉट रेन डांस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1