Aapnu Gujarat
રાષ્ટ્રીય

સિક્કિમ મડાગાંઠ : ભારત પીછેહઠ કરવા તૈયાર નથી

ોકલામ વિવાદને લઇને ચીન તરફથી સૈનિકોને પાછા ખેંચી લેવાની માંગ કરવામાં આવી રહી હોવા છતા ંભારત ગતિરોધ વચ્ચે પીછેહઠ કરે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. આના માટે કેટલાક કારણો રહેલા છે. સિક્કિમ-તિબેટ-ભુટાનને લઇને ભારતીય સૈનિક વ્યૂહાત્મક જમીનની સુરક્ષા માટે આગળ વધી રહ્યા છે. આ સમગ્ર વિસ્તાર એક હાઈડલ પ્રોજેક્ટથી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત છે. આ હાઈડ્રોઇલેક્ટ્રીક પ્રોજેક્ટ ઝાલોંગની જળઢાકા નદી ઉપર સ્થિત છે જે ભૂટાનની સરહદથી વધારે અંતર ઉપર નથી. જળઢાકા નદીની સાથે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહ પડે છે. ભૂટાનમાં ડોકલામના પહાડી વિસ્તારથી થઇને આ ભુ ભાગ ઉપર ચીનની માર્ગ બનાવવાની યોજના છે. જો તે આમા સફળ રહેશે તો આનાથી આ વિસ્તાર ઉપર સંકટ આવી શકે છે. જો ચીન વિવાદાસ્પદ વિસ્તાર પર કબજો જમાવવામાં સફળ રહે છે તો સિલીગુડી કોરિડોર અને સિલીગુડી પણ સંવેદનશીલમાં આવી જશે. આનાથી ચીની સૈનિક સંપૂર્ણરીતે આ વિસ્તારમાં ઘુસી શકે છે. આસામ તરફ જતા માર્ગો પણ અહીંથી પસાર થાય છે જે પશ્ચિમ બંગાળને ઉત્તર પૂર્વ સાથે જોડે છે. આના ઉપર આવનાર કોઇપણ સંકટ બાગડોગરાથી ગુવાહાટી સુધીના વિસ્તારને અસર કરી શકે છે. વર્તમાન કટોકટીને ધ્યાનમાં લઇને ચીની દરમિયાનગીરીને રોકવા માટે તમામ પગલા લેવાઈ રહ્યા છે. ચીનની દરમિયાનગીરીને રોકવા માટે ભારત કોઇપણ પ્રકારની પહેલ વગર પીછેહઠ કરવા તૈયાર નથી. ચીની સૈનિકો ત્રણ માર્ગ નજીક ભારતીય સૈનિકો દ્વારા માર્ગ નિર્માણને લઇને પણ નારાજ છે. ભુટાને પોતાના વિસ્તારમાં ચીની સૈનિકોની ઘુણખોરીનો વિરોધ કર્યો છે. જો આ વિસ્તારને વિવાદાસ્પદ ગણી લેવામાં આવે તો પણ ચીનની એક તરફી પહેલથી ભારતને નુકસાન થઇ શકે છે. ચીનના આ પગલાના હેતુ ભારત ઉપર દબાણ લાવવાના છે. માર્ગ યોજના મારફતે ચીન પોતાના સૈનિકોને અસામાન્યરીતે ઘુસણખોરી કરાવી શકે છે. તે ભારતની મોરચાબંધી અને પ્રતિક્રિયાને લઇને ટેસ્ટ કરવાની તૈયારીમાં છે. બંને દેશો વચ્ચે ઘણા દિવસથી ખેંચતાણ ચાલી રહી છે. ચીન તરફથી સખત ટિકાટિપ્પણી વચ્ચે ભારતીય સૈનિકોને અહીંથી દૂર કરવાની બાબત સરળ નથી.

Related posts

कश्मीर मुद्दे पर भड़के राहुल, कहा- आंतरिक मुद्दो में हस्तक्षेप न करे पाक

aapnugujarat

राज्यसभा में सिब्बल बोले छप रहे एक ही नंबर के दो नोट

aapnugujarat

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે : પહેલી ફેબ્રુઆરીએ બજેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1