Aapnu Gujarat
મનોરંજન

ફરહાન અખ્તર એક કેદીની ભૂમિકામાં હવે નજર પડશે

ફિલ્મ નિર્માતા નિખિલ અડવાણીએ માહિતી આપતા કહ્યુ છે કે નવી ફિલ્મ લખનૌ સેન્ટ્રલમાં અભિનેતા ફરહાન અખ્તર એક નવા અવતારમાં જોવા મળનાર છે. લખનૌ સેન્ટ્રલમાં ફરહાન અખ્તરની સાથે પ્રથમ વખત બોલિવુડમાં આશાસ્પદ અભિનેત્રી તરીકે ઉભરી રહેલી ડાયના પેન્ટી જોવા મળનાર છે. ફિલ્મમાં ફરહાન અખ્તર જેલના એક કેદીની ભૂમિકા અદા કરનાર છે. જેલની પટકથા આ ફિલ્મની લખવામાં આવી છે. જે ફિલ્મમાં જેલના અન્ય કેદીઓ સાથે મળીને એક બેન્ડની રચના કરે છે. જેલ એસ્કેપ અંગે આ એક મજબુત, ઇમાશનલ અને ડ્રેમેટિક ફિલ્મ છે. આ ફિલ્મ ડ્રીમ અને અપેક્ષા ઉપર આધારિત ફિલ્મ છે. રણજીત તિવારીના નિર્દેશનમાં બની રહેલી લખનૌ સેન્ટ્રલ ફિલ્મ આજીવન કેદની સજા ભોગવી રહેલા એક કેદી પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ વાસ્તવિક સ્ટોરી પર આધારિત છે. જે એક બેન્ડની શરૂઆત કરે છે. અડવાણીએ કહ્યુ છે કે જ્યારે રણજીત વિચાર સાથે આવ્યા ત્યારે ટીમ એકાએક તૈયાર થઇ ગઇ હતી. તેઓ એકાએક નિર્માતા તરીકેની જવાબદારી લેવા તૈયાર થયા હતા. ફિલ્મમાં સૌથી પહેલા કૃતિ સનુનને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તેની સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. જો કે તેની ાપાસે ડેટને લઇને તકલીફ આવી હતી. આખરે ફિલ્મમાં ડાયના પેન્ટીને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
અડવાણીએ કહ્યુ હતુ કે ડાયના સાથે કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ડાયનાની વાત કરતા અડવાણીએ કહ્યુ છે કે તે કુશળ હોવાની સાથે સાથે ખુબસુરત પણ છે જે રોલ મુજબ છે. ડાયના અને ફરહાનની જોડી પ્રથમ વખત જોવા મળશે. ફરહાન સારા અભિનેતાની સાથે કુશળ નિર્માતા તરીકે પણ છે.

Related posts

સલમાનના લીધે બોલિવુડમાં ટકવામાં ડેઝી શાહ સફળ રહી

aapnugujarat

अब दीपिका और शाहीद बीग बोस के सेट पर होंगे

aapnugujarat

વેબ સીરિઝ ‘બૉમ્બે બેગમ’ ડ્રગ્ઝ સેવનને પ્રોત્સાહન નથી આપતી : પૂજા ભટ્ટ

editor

Leave a Comment

UA-96247877-1