Aapnu Gujarat
મનોરંજન

સલમાનના લીધે બોલિવુડમાં ટકવામાં ડેઝી શાહ સફળ રહી

ખુબસુરત અભિનેત્રી ડેઝી શાહને બોલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના કારણે બોલિવુડમાં ટકી રહેવામાં સફળતા મળી છે. તે તેના ઇશારે ચાલી પણ રહી છે. તેની પાસે હાલ નાના બજેટની ફિલ્મો આવી રહી છે પરંતુ તે આને લઇને સંતુષ્ટ છે. હાલમાં તેની પાસે રામરતન નામની ફિલ્મ છે. જેમાં તે રિશી ભુટાનીની સાથે નજરે પડનાર છે. ફિલ્મને લઇને ડેઝી શાહ આશાવાદી દેખાઇ રહી છે. તેની નવી ફિલ્મની રજૂઆતની તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ ડેઝીએ કહ્યુ છે કે તે સલમાન સાથે તેની મિત્રતાનો લાભ લેવા માટે વધારે ઉત્સુક છે. હાલના દિવસોમાં સલમાન ખાન અને લુલિયા વંતુરના સંબંધને લઇને ભારે ચર્ચા જોવા મળી રહી છે. તાજેતરમાં એવા હેવાલ આવ્યા હતા કે સલમાન ખાનને ડેઝી શાહથી દુર રહેવા માટે લુલિયાએ સલાહ આપી હતી.
ડેઝી શાહ સાથે સલમાન ખાનની મિત્રતા લુલિયાને પસંદ પડી રહી નથી. આ સંબંધમાં જ્યારે ડેઝી શાહને પુછવામાં આવ્યુ ત્યારે ડેઝી શાહે કહ્યુ હતુ કે આ હેવાલ બિલકુલ આધારવગરના છે. આવા અહેવાલને બિનજરૂરીરીતે મહત્વ આપવામાં આવી રહ્યુ છે. તેનુ કહેવુ છે કે તે સલમાનની ફ્રેન્ડ છે. લુલિયાની નહી. જેથી આને લઇને કોઇ કોઇ અસર તેને થતી નથી. લુલિયાના સલમાન સાથે સંબંધને લઇને કોઇ ચિંતા નથી. ડેઝી શાહે કહ્યુ છે કે તે સલમાન ખાન અને તેમના પરિવારની બિલકુલ નજીક છે. સલમાનખાનની નજીકની મિત્ર છે તેમ કહીને મારી સાથે તેની ઓળખ કરવામાં આવી હતી. સલમાનના દરેક પ્રસંગમાં તે ખાસ ઉપસ્થિત રહે છે.

Related posts

ઇમરાન ખાન ટુંક સમયમાં કમબેક કરશે

aapnugujarat

ઈન્સ્ટાગ્રામ પર દીપિકાનાં બે કરોડ ફોલોઅર્સ

aapnugujarat

અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂર

editor

Leave a Comment

UA-96247877-1