Aapnu Gujarat
રાષ્ટ્રીય

પ.બંગાળ – આસામ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી

પશ્ચિમ બંગાળ અને આસામમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. આ બધા સ્ટાર પ્રચારકો પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડી રહેલ ઉમેદવારો માટે સંબંધિત રાજ્યોમાં પ્રચાર કરશે. આ સ્ટાર પ્રચારકોમાં પીએમ નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથ જેવા નામ શામેલ છે.
આસામમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આસામમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કા માટે ભાજપે પીએમ નરેન્દ્ર મોદી સહિત ૪૦ દિગ્ગજ નેતાઓની યાદી જાહેર કરી છે. આ ચાલીસ નામોમાં પીએમ મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રાજનાથ સિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, શ્રી બી એલ સંતોષ, સર્બાનંદ સોનેવાલ, હિમંત બિશ્વ શર્મા, રંજીત કુમાર દાસ, અર્જૂન મુંડા, નરેન્દ્ર સિંહ તોમર, સ્મૃતિ ઈરાની, મુખ્તાર અબ્બાસ નક્વી, જિતેન્દ્ર સિંહ, રામેશ્વર તેલી, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, એન બિરેન સિંહ, પેમા ખાંડૂ, બિજયંત જય પાંડા, પવન શર્મા, અજય જામવાલ, શહનવાઝ હુસેન, મનોજ તિવારી, રવિ કિશન, ફનિંદ્ર નાથ શર્મા, રમન દેકા, રાજેન ગોહેન, રાજદીપ રૉય, કૃપાનાથ મલ્લાહ, હરેન સિંહ ચૌબે, તોપોન કુમાર ગોગોઈ, કામાખ્યા પ્રસાદ, પ્રધાન બરુઆ, પલ્લબ લોચન દાસ, ક્વીન ઓઝા, ભુવનેશ્વર કલીતા, બિશ્વજીત દોઈમેરી અને અપરાજિતા ભુયાન શામેલ છે. આસામમાં ૨૭ માર્ચથી ૬ એપ્રિલ વચ્ચે મતદાન થશે.
પશ્ચિમ બંગાળમાં ૨૭ માર્ચથી ૮ તબક્કામાં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. ભાજપે રાજ્યમાં યોજાનાર ચૂંટણીના પહેલા તબક્કા માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, અમિત શાહ, નિતિન ગડકરી, અર્જૂન મુંડા, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની, કૈલાશ વિજય વર્ગીય, શિવ પ્રકાશ, મુકુલ રૉય, દિલીપ ઘોષ, યોગી આદિત્યનાથ, શિવરાજ સિંહ ચૌહાણ, ફગ્ગન સિંહ, મનસુખબાઈ માંડવિયાને મળીને કુલ ૪૦ દિગ્ગજો નેતાઓના નામ શામેલ છે.

Related posts

આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ

aapnugujarat

Maharashtra govt likely to clear the land title bill in June’s assembly session

aapnugujarat

नोटबंदी के समय रकम जमा करनेवाले के विरूद्ध केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1