Aapnu Gujarat
ગુજરાત

રાજ્ય સરકાર દ્વારા અછત સ્થિતિ ન રહેતા અછત ઉઠાવવાનો નિર્ણય લેવાયો

અછત રાહત સબ કમિટીના ચેરમેન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ૨ જિલ્લાઓના ૧૮ ગામોને અછત ગ્રસ્ત જાહેર કર્યા હતા. જો કે સમગ્ર રાજ્યમાં ૨૬ ટકાથી વધુ વરસાદ થતાં અછતની સ્થિતિ ન રહેતા સરકારે અછત ઉઠાવવાનો નિર્ણય કર્યો છે. જો કે ગૌશાળાઓ અને પાંજરાપોળોમાં માત્ર ૨ રૂપિયાના દરે ઘાસ વિતરણ આગામી ૧૫ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.
મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાનની સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં ભારે વરસાદને લીધે ૩૨ લોકોમાંથી ૨૫ વ્યક્તિઓના વીજળી પડવાથી અને અન્ય કારણોસર ૮ લોકોના મૃત્યુ થયાં છે. ભારે વરસાદમાં ૩૦૦ પશુઓના મોત નીપજ્યા છે. રાજ્ય સરકાર દ્વારા નિયમ મુજબ આર્થિક સહાય કરાશે.

Related posts

ઈડરિયા ગઢ વિસ્તારમાંથી મૃત દિપડો મળી આવ્યો

aapnugujarat

સરકાર અને તબીબોની લડાઈમાં પીસાઈ રહ્યા છે પેશન્ટ્સ

aapnugujarat

पत्नी के हत्यारा भाई की भाई ने ही गिरफ्तारी करायी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1