Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલા દિવસે જ સંસદમાં મહિલાઓને ૫૦ ટકા આરક્ષણ આપવા માંગ ઊઠી

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સંસદના બજેટ સત્ર દરમિયાન મહિલા સાંસદોએ પોતાની વાત રજૂ કરી હતી. રાજ્યસભામાં કાર્યવાહીની શરૂઆત થઈ ત્યારે સૌથી પહેલા મહિલા દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. તે સમયે ફરી એક વખત સદનમાં મહિલા આરક્ષણનો મુદ્દો ઉઠ્યો હતો. ખાસ વાત એ છે કે, હવે સદનમાં મહિલાઓને ફક્ત ૩૩ ટકા આરક્ષણ શા માટે આપવામાં આવે છે, ૫૦ ટકા આરક્ષણ અપાવું જોઈએ તેવી માંગ કરાઈ હતી.
શિવસેનાના રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ સદનમાં કહ્યું કે, ‘દેશમાં ૨૪ વર્ષ પહેલા મહિલાઓને ૩૩ ટકા આરક્ષણ આપવાની વાત થઈ હતી પરંતુ હવે ૩૩ ટકાને વધારીને ૫૦ ટકા કરી દેવું જોઈએ. જ્યારે દેશમાં મહિલાઓની વસ્તી ૫૦ ટકા છે તો મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ ૫૦ ટકા હોવું જોઈએ.’ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, ‘લોકડાઉન દરમિયાન મહિલાઓ પરનું દબાણ ખૂબ વધ્યું છે જે ડોમેસ્ટિકથી લઈને માનસિક સુધીનું છે. આ સંજોગોમાં સદનમાં આ તમામ વિષયો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા થવી જોઈએ અને મહિલાઓને અધિકાર અપાવા જોઈએ.’

Related posts

દિલ્હીમાં સાત વર્ષની છોકરીની ફરિયાદ પર રાજઘાટ પરનો સ્ટાફ બદલાયો

aapnugujarat

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી કરાવશે

aapnugujarat

गठबंधन सरकार में अटेंशन सीकर बने सिद्धारमैया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1