Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

૨૦૨૪માં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા ટ્રમ્પના સંકેત

વ્હાઇટ હાઉસમાંથી નીકળ્યા બાદ પહેલી વખત જાહેરમાં સામે આવેલા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ચૂંટણીમાં પોતાની જીતની ખોટી વાતને ફરીથી દોહરાવી છે. તેમણે તેની સાથે જ ૨૦૨૪માં યોજાનાર આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ફરી એકવખત રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બનવાનો સંકેત આપી દીધો છે.
ફ્લોરિડામાં ૨૦૨૧ કંઝર્વેટિવ પોલિટિકલ એકશન કોન્ફરન્સમાં સામેલ ટ્રમ્પે કહ્યું કે આજે હું તમારી સામે આવ્યો છું એ જાહેરાત કરવા માટે કે ૪ વર્ષ પહેલાં જે અતુલનીય યાત્રાની આપણે શરૂઆત કરી હીત તે હજુ સમાપ્ત થઇ નથી. ઘણું બધું કરવાનું બાકી છે. આપણે અહીં આપણી મુવમેન્ટ, આપણી પાર્ટી અને આપણો પ્રેમ દેશના ભવિષ્ય અંગે વાત કરવા માટે ભેગા થયા છીએ.
ટ્રમ્પે પોતાની વાત શરૂ કરતાં પહેલાં કોન્ફરન્સમાં હાજર જનસભામાં પૂછયું- શું તમે મને મિસ કરો છો? અને પછી પોતાની વાત શરૂ કરી. ટ્રમ્પે સાથો સાથ સ્પષ્ટતા કરી કે તેઓ કોઇ નવી પાર્ટી બનાવા જઇ રહ્યા નથી. ટ્રમ્પે આ દરમ્યાન ચૂંટણીની પોતાની જુઠ્ઠી વાતો એકવાર ફરીથી કહી. તેમણે કહ્યું કે ડેમોક્રેટસ ચૂંટણી હારી ગયું હતું. કોને ખબર કે હું તેમને ત્રીજી વખત હરાવાનો નિર્ણય પણ લઇ શકું છું. તેની સાથે જ ટ્રમ્પે ૨૦૨૪ની પોતાની યોજના અંગે સંકેત પણ આપી દીધા.
ટ્રમ્પે તેની સાથે જ હાલના રાષ્ટ્રપતિ જો બાઇડેન પર જોરદાર નિશાન સાંધ્યું. તેમણે કહ્યું કે આધુનિક ઇતિહાસમાં કોઇપણ રાષ્ટ્રપતિનો પહેલો કાર્યકાળ એટલો ખરાબ રહ્યો છે. બાઇડેન મેનેજમેન્ટે એ સાબિત કર્યું કે તેઓ નોકરી વિરોધી, પરિવાર વિરોધી, બોર્ડર વિરોધી, અને વિજ્ઞાન વિરોધી છે. એક જ મહિનામાં આપણે અમેકિા ફર્સ્ટથી અમેરિકા લાસ્ટ પર પહોંચી ગયા છીએ.

Related posts

પાકે. ૩૦૦૦ થી વધારે અફઘાન શરણાર્થીઓનો કર્યો દેશ નિકાલ

aapnugujarat

सोशल मीडिया पर नफ़रत से लड़ने वाले सेल्फ पुलिसिंग के समर्थन में आए UN प्रमुख

aapnugujarat

જાપાનમાં 155 ધરતીકંપ : નવા વર્ષના પ્રથમ દિવસે જ 20ના મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1